Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

જો આ પ્રકારનું પરિણામ ૨૦૧૯માં રહ્યું તો ભાજપને તકલીફ પડશે

જો વિધાનસભા ચૂંટણીની લોકસભા ચૂંટણી પર અસરની પેટર્ન યથાવત રહી તો ભાજપ માટે ૨૦૧૯ના પરિણામોમાં ભારે નુકસાન થઈ શકે છે

નવી દિલ્‍હી, તા.૧૨: કોંગ્રેસે રાહુલ ગાંધીના નેતૃત્‍વમાં ભાજપને હિન્‍દી પટ્ટીના ત્રણ રાજયો રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશ અને છત્તીસગઢમાં સપાટો બોલાવ્‍યો છે. લોકસભાને માત્ર ૪ મહિના બાકી છે તે પહેલા સામે આવેલા વિધાનસભાના પરિણામો પછી ૨૦૧૯ની ચૂંટણીને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે. સૌથી મહત્‍વનો સવાલ એ છે કે જો આ હિસાબે ૨૦૧૯માં પણ વોટિંગ થયું તો શું થશે?

આ ત્રણ રાજયોની વિધાનસભા બેઠકોનું મેપિંગ જો લોકસભા બેઠકોની રીતે કરવામાં આવે તો ભાજપને ભારે નુકસાન થતું દેખાઈ રહ્યું છે. જોકે, ભાજપે મધ્‍યપ્રદેશ અને રાજસ્‍થાનમાં હોલ્‍ડ બનાવી શકે છે પણ આવું વોટિંગ થયું તો લોકસભાની ચૂંટણીમાં છત્તીસગઢમાં સફાયો થઈ શકે છે. વિધાનસભા ચૂંટણી પરિણામો હિસાબે ભાજપને મધ્‍યપ્રદેશની ૨૯માંથી ૧૭, રાજસ્‍થાનમાં ૨૫માંથી ૧૩ અને છત્તીસગઢની ૧૧ બેઠકોમાંથી ૧ બેઠક મળતી દેખાઈ રહી છે.

વિધાનસભા ચૂંટણી પરિણામોના આધારે લોકસભા ચૂંટણીનું આકલન કરવું એક મોટો સવાલ છે કે શું આ રીતની સરખામણી કોઈ સેન્‍સ બને છે? પહેલા ચૂંટણી અનુભવ આધાર બનાવીએ તો નિતિ રીતે સેન્‍સ બનતી દેખાઈ રહી છે. આ રાજયોમાં ૨૦૦૪, ૨૦૦૯ અને ૨૦૦૪માં પણ સામાન્‍ય ચૂંટણીના ૬ મહિના પહેલા કરતા ઓછા સમયમાં વિધાનસભા ચૂંટણી થઈ છે. આંકડા જણાવે છે કે ત્‍યારે લોકસભા ચૂંટણીમાં કમબેક વિધાનસભા ચૂંટણીનું રિફ્‌લેક્‍શ જોવા મળ્‍યું હતું. ૨૦૦૪માં માત્ર રાજસ્‍થાનને અપવાત ગણીએ તો, અહીં ડિસેમ્‍બર ૨૦૦૩માં વિધાનસભા ચૂંટણીમાં પ્રજાએ ભાજપને નકરી દીધું હતું પણ લોકસભામાં ૨૫માંથી ૨૦ બેઠકો પર જીતાડ્‍યા હતા.

જો વિધાનસભા ચૂંટણીની લોકસભા ચૂંટણી પર અસરની પેટર્ન યથાવત રહી તો ભાજપ માટે ૨૦૧૯ના પરિણામોમાં ભારે નુકસાન થઈ શકે છે. ભાજપે ૨૦૧૪ની ચૂંટણીમાં રાજસ્‍થાનની ૨૫માંથી ૨૫ બેઠકો, એમપીમાં ૨૯માંથી ૨૭ બેઠકો અને છત્તીસગઢમાં ૧૧માંથી ૧૦ બેઠકો પર જીત મેળવી હતી. એટલે કે આ ત્રણ રાજયોથી આવનારી ૬૫ લોકસભાની બેઠકોમાં ભાજપને ૬૨ બેઠકો મળી હતી.

વિધાનસભા ચૂંટણીની અસર લોકસભા પર પડી તો ભાજપને અહીં ૩૧ બેઠકો જ મળી શકે છે. એટલે કે ભાજપે સાફ રીતે અડધી લોકસભા બેઠકોનું નુકસાન ભોગવવું પડશે. ૨૦૧૪ની સામાન્‍ય ચૂંટણીમાં હિન્‍દી પટ્ટીના સૌથી મોટા રાજય ઉત્તર પ્રદેશમાં ભાજપને ૮૦માંથી ૭૨ બેઠકો મળી હતી. હવે યુપીમાં એસપી, બીએસપી, કોંગ્રેસ અને આરએલડી વચ્‍ચે મહાગઠબંધનની કવાયત ચાલી રહી છે. ભાજપ માટે અહીં પણ૨૦૧૪નું પ્રદર્શન યથાવત રાખવું મુશ્‍કેલ માનવામાં આવી રહ્યું છે. એવામાં ભાજપને હિન્‍દી હર્ટલેન્‍ડમાં પડેલો જનતાનો માર ભારે પડી શકે છે.

(4:20 pm IST)