Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

ઓડિશાની કામદારે મલયાલમ શીખીને કેરળ લિટરસી એકઝામમાં૧૦૦ ટકા માર્કસ્ મેળવ્યા

રાંચી તા ૧૨ : કેરળ રાજયમાં ૧૦૦ ટકા સાક્ષરતાનું પ્રમાણ છે. આ રાજયમાં માત્ર ત્યાં રહેતા સ્થાનિક લોકો જ નહીં, બહારના રાજયોમાંથી કામ કરવા આવતા નિરક્ષરોને પણ અક્ષરજ્ઞાન આપવામાં આવે છે. કેરળની માતૃભાષા મલયાલમ બહુ અઘરી ભાષા હોવાનું મનાય છે. જોકે ઓડિશાથી મજુરીના કામ માટે કેરળમા ંસ્થળાંતર પામેલી મુદડ રેવતી નામની મહિલાએ આ અઘરી ભાષા ખુબ જ ઓછા સમયમાંશીખીને પૂરેપૂરા માર્ક્સ મેળવીને આશ્ચર્ય જન્માવ્યું  છે. કપડા બનાવવાની ફેકટરીમાં કામ કરતી રેવતીએ કેરળ રાજય સાક્ષરતા અભિયાન ઓથોરિટી દ્વારા લેવાતી પરીક્ષામાં મલયાલમ ભાષા લખવાની, વાંચવાની અને ગાણિતિક ક્ષમતાઓની પણ પરીક્ષા લેવાય છે. રેવતી આઠ કલાકનું કામ  પતાવીને રોજ બે કલાક મલયાલમ ભાષા શીખતી હતી. રેવતીની જેમ બિહારથી આવેલા વિક્રીકુમાર નામના કામદારે પણ ૧૦૦ ટકા માર્કસ મેળવ્યા છે.

(4:20 pm IST)