Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

૫ રાજ્ય, ૮૩ લોકસભા સીટ : આવું જ રહ્યું તો૨૦૧૯માં ભાજપને મળશે માત્ર ૨૦ બેઠક

૯૨ સીટોનો આંકડો કોઇ નાનો આંકડો નથી : આ કોઇ પણ પાર્ટીની સ્થિતિ બગાડી શકે છે અને સારી પણ બનાવી શકે છે

નવી દિલ્હી તા. ૧૨ : પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીનું પરિણામ ૨૦૧૯માં યોજાનાર લોકસભા ચૂંટણી માટે એક પ્રકારે સેમિફાઈનલ મેચની જેમ જોવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીના પરિણામમાં કોંગ્રેસ ભાજપ કરતા ઘણી આગળ જોવા મળી રહી છે. જયારે પાંચમાંથી ત્રણ રાજય રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર બનતી દેખાઈ રહી છે. આ સિવાય અન્ય બે રાજયો તેલંગણા અને મિજોરમમાં પણ કોંગ્રેસની સ્થિતિ ભાજપા કરતા સારી છે.

હવે વાત કરીએ લોકસભા સીટોની. જે પાંચ રાજયોમાં વિધાનસભા ચૂંટણી થઈ છે, ત્યાં કુલ લોકસભા સીટ ૮૩ છે. આ પાંચ રાજયોના ચૂંટણી પરિણામોથી એવુ લાગી રહ્યું છે કે, ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપાને મોટો ઝટકો લાગી શકે છે. જયારે કોંગ્રેસને લાભ મળી શકે છે.

૯૨ સીટોનો આંકડો કોઈ નાનો આંકડો નથી. આ કોઈ પણ પાર્ટીની સ્થિતિ બગાડી શકે છે, અને સારી પણ બનાવી શકે છે. કારણ કે, ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં આ ૮૩ લોકસભા સીટમાંથી ભાજપા પાસે ૬૩ સીટ છે, જયારે કોંગ્રેસ પાસે ૬ અને અન્ય પાસે ૪ સાંસદ છે. પરંતુ પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીની જો અસર રહી તો, ભાજપા માત્ર ૨૦ સીટો જીતી શકે છે. જયારે કોંગ્રેસની ૬માંથી ૪૬ સીટો થઈ શકે છે.

મધ્યપ્રદેશ

મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી ૨૩૦ સીટો પર થઈ. જેમાં બહુમત માટે ૧૧૬ સીટોની જરૂર છે. જયારે લોકસભાની સીટો ૨૯ છે. અત્યાર સુધીના પરિણામ મુજબ કોંગ્રેસ ૧૧૫ સીટો પર આગળ ચાલી રહી છે. જયારે ભાજપા ૧૦૪ પર છે. જો આ પરિણામ પર અનુમાન લગાવીએ તો, લોકસભા ચૂંટણીમાં ભાજપા માત્ર ૧૪ સીટો જીતી શકે છે. જયારે કોંગ્રેસ ૧૬ સીટો જીતી શકે છે. હાલમાં મધ્યપ્રદેશમાં ભાજપા પાસે ૨૭ સીટો છે. અને કોંગ્રેસ પાસે ૨ સીટો છે.

રાજસ્થાન

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી ૧૯૯ સીટો પર થઈ. જેમાં બહુમત માટે ૧૦૦ સીટોની આવશ્યકતા છે. જયારે લોકસભા સીટ ૨૫ છે. હાલના પરિણામ અનુસાર, કોંગેર્સે ૧૦૪ સીટો પર આગળ છે. જયારે ભાજપા ૬૯ પર છે. જો પરિણામથી અનુમાન લગાવીએ તો, લોકસભા ચૂંટણીમાં ભાજપા ૮ સીટ જીતી શકે છે. જયારે કોંગ્રેસ ૧૩ સીટો જીતી શકે છે. હાલમાં રાજસ્થાનમાં લોકસભાની ૨૫ સીટો ભાજપાના ખાતામાં છે. જયારે કોંગ્રેસ પાસે એક પણ સીટ નથી.

મિઝોરમ

મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી ૪૦ સીટો પર થઈ. જેમાં બહુમત માટે ૨૧ સીટોની જરૂર છે. અહીં લોકસભા સીટ ૧ છે. હાલના પરિણામ અનુસાર, ૫ સીટો પર કોંગ્રેસ જીતી છે. જયારે ભાજપાએ ૧ સીટ પર જીત મેળવી છે. અહીં બીજી પાર્ટી જ જીતતી હોય છે. પરંતુ આ વખતે તેમની પાસે બહુમત માટે જો સીટો ઓછી હોય તો તે કોંગ્રેસ સાથે ગઠબંધન અથવા ભાજપા સાથે ગઠબંધન કરી શકે છે. જોકે, કોંગ્રેસ પાસે મિઝોરમમાં એક લોકસભા સીટ છે, ભાજપા પાસે એક પણ નથી.

છત્તીસગઢ

છત્તીસગઠમાં વિધાનસભા ચૂંટણી ૯૦ સીટો પર થઈ રહી છે. જેમાં બહુમત માટે ૪૬ સીટોની આવશ્યકતા છે. જયારે લોકસભા સીટ ૧૧ છે. હાલના પરિણામ અનુસાર, કોંગેર્સે ૬૨ સીટો પર આગળ છે. જયારે ભાજપા ૧૩ પર છે. જો પરિણામથી અનુમાન લગાવીએ તો, લોકસભા ચૂંટણીમાં ભાજપા ૧ સીટ જીતી શકે છે. જયારે કોંગ્રેસ ૭ સીટો જીતી શકે છે. હાલમાં રાજસ્થાનમાં લોકસભાની ૧૦ સીટો ભાજપાના ખાતામાં છે. જયારે કોંગ્રેસ પાસે એક પણ સીટ નથી.

તેલંગણા

તેલંગણા વિધાનસભા ચૂંટણી ૧૧૯ સીટો પર થઈ. જેમાં બહુમત માટે ૬૦ સીટોની જરૂર છે. અહીં લોકસભા સીટ ૧૭ છે. હાલના પરિણામ અનુસાર, ૨૧ સીટો પર કોંગ્રેસ આગળ છે. જયારે ભાજપાએ ૧ સીટ પર જીત મેળવી છે. જો પરિણામથી અનુમાન લગાવીએ તો, લોકસભા ચૂંટણીમાં ભાજપા એક પણ સીટ ન જીતી શકે. જયારે કોંગ્રેસ ૩ સીટો જીતી શકે છે. હાલમાં તેલંગણામાં લોકસભાની ૨ સીટો ભાજપાના ખાતામાં છે. જયારે કોંગ્રેસ પાસે પણ ૦૨ સીટ છે

પાંચ રાજ્યોની આટલી છે લોકસભા સીટ

 

મધ્યપ્રદેશ

૨૯

તેલંગણા

૧૭

રાજસ્થાન

૨૫

મિઝોરમ

છત્તીસગઢ

૧૧

(4:01 pm IST)