Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

રાયપુરના પૂર્વ કલેકટર-આઇએએસની નોકરી છોડીને ભાજપની ટિકિટ પર લડેલા ઓમપ્રકાશ ચૌધરી હાર્યા

ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને છત્તીસગઢના મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા

રાયપુરના ભૂતપૂર્વ કલેકટર ઓમ પ્રકાશ ચૌધરી કે જે આઇએએસની નોકરી છોડીને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી ચૂંટણી લડ્યાં હતાં. કોંગ્રેસના ઉમેદવાર ઉમેશ પટેલે આ ચૌધરીને હરાવી દીધા હતા  ચૌધરીને 77234 મત મળ્યા હતા જ્યારે ઉમશ પટેલને 94201 મત મળ્યા હતા. અને વિજયી બન્યો હતો.

   અત્રે ઉલ્લેખનીય છે કે રાયપુરના પૂર્વ કલેકટર, ઓમપ્રકાશ ચૌધરીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત ભાઈ  શાહ અને છત્તીસગઢના મુખ્યમંત્રી રમન સિંહની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો  2005ની બેચના આ આઇએએસ અધિકારીએ 25 ઓગસ્ટના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

(1:50 pm IST)