Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

હિન્દી બેલ્ટના ત્રણ રાજ્યોમાં વિજય છતાં પૂર્વોતરનું મિઝોરમ કોંગ્રેસથી સરકી ગયું

નવી દિલ્હી :આજે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના જાહેર થયેલ પરિણામમાં હિન્દી બેલ્ટના ત્રણેય રાજ્યોમાં ભાજપને પછડાટ આપી છે જોકે કોંગ્રેસના હાથમાંથી પૂર્વોત્તરનું એકમાત્ર રાજ્ય મિઝોરમ સરકી ગયું છે. મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટે પૂર્ણ બહુમતી મેળવી કોંગ્રેસના હાથમાંથી સત્તા આંચકી લીધી છે.

  ચૂંટણીના પરિણામોમાં એમએનએફે કુલ 40 બેઠકો પૈકી 26 બેઠકો પર જીત મેળવી છે કોંગ્રેસને માત્ર 5 બેઠકો પર જીત મળી છે. બીજી બાજુ ભાજપે પ્રથમ વાર મિઝોરમમાં ખાતુ ખોલાવતા તેને માત્ર 1 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે. જ્યારે અન્યના ખાતામાં 8 સીટો આવી છે.

(10:32 pm IST)