Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

ધારાસભ્યો અને સાંસદો ઉપરના ગુનાહિત કેસોના ઝડપથી ચૂકાદા નવી ૧૨ કોર્ટની રચના કરાશે

કેન્દ્ર સરકારે કર્યું સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું

નવી દિલ્હી ;દેશના ધારાસભ્યો અને સાંસદો ઉપર ચાલી રહેલા ગુનાહિત કેસોના ઝડપથી ચૂકાદા લાવવા માટે કેન્દ્ર સરકાર નવી ૧૨ કોર્ટની રચના કરશે.તેમ  કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા સોગંદનામાંમાં જણાવવામાં આવ્યું હતું.

દેશના ધારાસભ્યો અને સાંસદો ઉપર ચાલી રહેલા ગુનાહિત કેસોનો ઝડપથી ચુકાદો લાવવા માટે કેન્દ્ર સરકાર એક મોટું પગલું ભરવા જઈ રહી છે. સુપ્રીમ કોર્ટમાં મગળવારે દાખલ કરેલા સોગંદનામામાં સરકારે કહ્યું છે કે તેઓ આવા પ્રકારની નવી અદાલતો (Court) બનાવશે.

 

(12:54 am IST)