Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

નવેમ્બરમાં રિટેલ મોંઘવારી 15 મહિનાની ટોચે :4,88 ટકાએ પહોંચી :ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ ગાબડું

નવી દિલ્હી ;રીટેલ મોંઘવારી નવેમ્બરમાં 15 મહીનાના સૌથી ઉંચા સ્તર 4.88 ટકા પર પહોંચી ગઇ છે. જોકે વિશ્લેષકોએ તેના 4.20 ટકા રહેવાની સંભાવના વ્યક્ત કરી હતી. રીટેલ મોંઘવારી ઓક્ટોબરમાં 3.58 ટકા હતી ફુડ અને ફ્યુલ પ્રોડક્ટ્સની કિંમત વધવાથી આંકડાઓ પર અસર પડી છે. તેમજ દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરના ખરાબ પ્રદર્શનને કારણે IIP ગ્રોથ ઓક્ટોબરમાં ઘટીને 2.2 હતો, જે સપ્ટેમ્બરમાં 3.8 ટકા હતો.

નવેમ્બરમાં CPI (ગ્રાહક ભાવાંક) 3.58%થી વધીને 4.88 ટકા થઈ ગઇ છે. ખાદ્ય મોંઘવારી 1.9 ટકાથી ઘટીને 1.58 ટકા થઇ છે ફ્યૂલ અને વીજળી મોંઘવારી 6.36 ટકાથી ઘટીને 2.04 ટકા રહી છે. જ્યારે શાકભાજીની મોંઘવારી 6.89 ટકા રહી.તેમજ કપડા અને ફુટવેર મોંઘવારી થોડી ઓછી રહી અને તે 4.76 ટકા રહી ગઇ છે. તેની અસર શેર બજાર પર પણ પડી શકે છે.

(1:05 am IST)