Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

ચૂંટણી પ્રચારની સાથે સાથે

ડોર ટુ ડોર પ્રચાર ઉમેદવારો હવે કરી શકશે

        અમદાવાદ, તા.૧૨ : ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ ચરણના મતદાન માટે તખ્તો તૈયાર થઇ ગયો છે. આજે સાજે પાંચ વાગે ચૂંટણી પ્રચારનો અંત આવ્યો હતો. આની સાથે જ હવે ચૂંટણી સભા અને જાહેર સબા થઇ શકશે નહી. આજે પ્રચારનો પ્રચારનો અંત આવ્યા બાદ ડોરટુ ડોર જઇને પ્રચાર કરવાની પ્રક્રિયા શરૂ થશે. પ્રથમ તબક્કામાં અપેક્ષા કરતા ઓછી એટલે કે ૬૬.૭૫ ટકા મતદાન થયા બાદ બીજા તબક્કામાં મતદાનની ટકાવારી વધે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. પ્રચારની સાથે સાથે નીચે મુજબ છે

*     ભાજપે તમામ ૯૩ સીટ પર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે ૯૧ સીટ પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.

*     બીજા તબક્કાના મતદાનમાં  નરેન્દ્ર મોદીના મણિનગર, અમિત શાહના નારણપુરા અને આનંદીબેન પટેલની વિધાનસભા સીટ પણ સામેલ છે.

*     પ્રથમ તબક્કાની જેમ જ બીજા તબક્કામાં પણ ભાજપ અને કોંગ્રેસ તરફથી તમામ દિગ્ગજો મેદાનમાં આવ્યા હતા. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીનો સમાવેશ થાય છે

*     ગુરુવારના રોજ રાજયની જે ૯૩ બેઠકો ઉપર મતદાનની પ્રક્રીયા હાથ ધરવામા આવનાર છે . આ બેઠકો ઉપર કુલ મળીને ૮૫૧ જેટલા ઉમેદવારોનુ ભાવિ ઈવીએમમા સીલ થઈ જશે

*     ગુજરાત વિધાનસભાની પ્રથમ તબકકાની ચૂંટણી માટે ૬૬.૭૫  ટકા મતદાન  થવા પામ્યુ હતુ.

*     રાજયમાં સૌ પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીધી હાજરી વગર યોજાઈ રહી હોઈ વડાપ્રધાન દ્વારા રાજયમાં સતત ચોથી વખત તેમના પક્ષની સરકાર રચાય એ માટે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરવામા આવ્યો હતો

*     પ્રચારના છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ સહિતના દિગ્ગજો પ્રચારમાં વ્યસ્ત રહ્યા

*     પ્રચારના છેલ્લે દિવસે મોદીએ અંબાજીમાં અને રાહુલે અમદાવાદમાં જમાલપુર મંદિરમાં  પુજા કરી

*     છેલ્લા દિવસે અન્ય દિગ્ગજો પ્રચારમાં વ્યસ્ત રહ્યા

*     ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી સહિતના વરિષ્ઠ નેતાઓ પ્રચારમાં વ્યસ્ત રહ્યા

         *       કુલ મતદારો ૨,૨૨,૯૬,૮૬૭ છે. કુલ ૧.૭૪ લાખ  પોલીસ જવાનો, સર્વેલન્સ, સીસીટીવી કેમેરા સાથે કુલ ૨.૪૧ લાખ કર્મચારીઓ ફરજ બજાવશે

(7:24 pm IST)