Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

માલ્યાના વકિલો પણ માલ્યા જેવા જ

ચોરી ઉપરથી સીનાજોરીઃ 'ખરીદાયેલા' વકિલોએ ભારતીય ન્યાય પ્રણાલી સામે સવાલો ઉઠાવ્યા

લંડન તા. ૧૨ : મની લોન્ડ્રીંગ અને ભ્રષ્ટાચારના આરોપો અંગે વિવાદોમાં ઘેરાયેલા વિજય માલ્યાના પ્રત્યર્પણ મામલાની સુનાવણી આજે ફરી શરૂ થઇ. આ દરમિયાન માલ્યાના વકીલોએ ભારતીયની ન્યાય વ્યવસ્થાની નિષ્પક્ષતા પર સવાલ ઉભો કર્યા. ૬૧ વર્ષના માલ્યા સુનાવણીના ચોથા દિવસે લંડનના વેસ્ટ મિન્સ્ટર મેજીસ્ટ્રેટની કોર્ટમાં હાજર રહ્યા.

તેઓના વકીલ કલેયર મોન્ટગેમરીએ સુનાવણી દરમિયાન સીબીઆઇ અને સુપ્રીમના નિર્ણયો પર પોતાના મંતવ્યો આપવા માટે ડો. માર્ટિન લાઉને રજુ કર્યા. ડો. લાઉ દક્ષિણ એશિયાઇ મામલાના વિશેષજ્ઞ છે.

ડો. લાઉએ સિંગાપોર અને હોંગકોંગના એક ત્રણ અકાદમિકાના સ્ટડીનો હવાલો આપીને રીટાયરમેન્ટની નજીક પહોંચેલા સુપ્રીમ કોર્ટના જજોની નિષ્પક્ષતા પર સવાલ ઉભા કર્યા.

માલ્યા તેની બંધ થઇ ચૂકેલી કિંગફિશર એરલાઇન્સ માટે બેંકોમાંથી લીધેલી લોનને નહી ચુકવવા અને ભ્રષ્ટાચારનો કરવાના મામલે ભારતમાં પ્રતિબંધિત છે.

 આ મામલે અંદાજે ૯ હજાર કરોડની લોન સામેલ છે. માલ્યાના વકીલ એ સાબિત કરવાના પ્રયત્ન કરી રહ્યા છે કે, એરલાઇન્સની લોન નહી ચુકવવાનો મામલો કારોબારની વિફળતાનું છે. કોઇ બેઇમાઇન અથવા ભ્રષ્ટાચારનો મામલો નથી.

(3:33 pm IST)