Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

લો કરલો બાત....

પાકિસ્તાન - શ્રીલંકા કરતા પણ ઓછી છે ભારતમાં ઇન્ટરનેટ સ્પીડ

મોબાઇલ ઇન્ટરનેટ સ્પીડ બાબતે દુનિયામાં ભારતનો ૧૦૯મો અને ફિકસ બ્રોડબેન્ડ બાબતે ૭૬મો ક્રમાંક

નવી દિલ્હી તા. ૧૨ : Ooklaની નવેમ્બરની સ્પીડટેસ્ટ ગ્લોબલ ઈંડેકસ પ્રમાણે મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડ બાબતે દુનિયામાં ભારતનો ૧૦૯મો અને ફિકસ બ્રોડબેન્ડ બાબતે ૭૬મો ક્રમાંક છે. આ રિપોર્ટ અનુસાર, ૨૦૧૭ની શરુઆતમાં ભારતમાં સરેરાશ મોબાઈલ ડાઉનલોડ સ્પીડ 7.65mbps હતી, પરંતુ વર્ષના અંત સુધીમાં તે વધીને ૮.૮૦ થઈ ગઈ હતી, જે ૧૫ ટકા વધારો છે. મોબાઈલની સ્પીડમાં સામાન્ય વધારો થયો છે, પરંતુ ફિકસ્ડ બ્રોડબેન્ડની સ્પીડમાં ઘણો વધારો થયો છે. જાન્યુઆરીમાં ફિકસ્ડ બ્રોડબેન્ડની એવરેજ સ્પીડ 12.12Mbps હતી, જયારે નવેમ્બરમાં તે વધીને 18.82 mbps થઈ ગઈ. નવેમ્બરમાં દુનિયામાં સૌથી વધારે મોબાઈલ સ્પીડ નોર્વેમાં નોંધાઈ છે. અહીં સ્પીડ 62.66mbps છે. ફિકસ્ડ બ્રોડબેન્ડમાં સિંગાપોર 153.85mbpsની સ્પીડ સાથે સૌથી આગળ રહ્યું. Ooklaના સહ-સ્થાપક ડોગ સટેલ્સ કહે છે કે, ભારતમાં મોબાઈલ અને ફિકસ્ડ બ્રોડબેન્ડ બન્નેની સ્પીડમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. ભારતીયો માટે આ સારી ખબર છે.

નોર્વે, નેધરલેન્ડ, આઈસલેન્ડ, સિંગાપોર, માલ્ટા, ઓસ્ટ્રેલિયા, હંગરી, સાઉથ કોરિયા, UAE, ડેનમાર્ક, ૩૧મા સ્થાને ચીન,  ૪૪મા સ્થાને અમેરિકા, ૮૯મા સ્થાને પાકિસ્તાન, ૯૯મા સ્થાને નેપાળ, ૧૦૭મા સ્થાને શ્રીલંકા છે.

(3:47 pm IST)