Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

જમ્મુ-કશ્મીર અને હિમાચલમાં થઇ સીઝનની પહેલી હિમવર્ષા

જમ્મુ-કાશ્મીરમાં સીઝનની પહેલી હિમવર્ષા થઈ છે. શ્રીનગર સહિત રાજયના અન્ય વિસ્તારોમાં પહાડોએ જાણે સફેદ ચાદર ઓઢી લીધી છે. હવામાન ખાતાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, કશ્મીરના ઉપરી વિસ્તારમાં રાતે હિમવર્ષા થઈ હતી. ગુલમર્ગમાં સવારે સાડા આઠ વાગ્યા સુધીમાં ૧૫ સેન્ટીમીટર હિમવર્ષા નોંધાઈ છે. હિમાચલમાં પણ સ્નોફોલની શરુઆત થઈ ગઈ છે. મનાલીમાં પણ હિમવર્ષા થઈ છે. કશ્મીર અને હિમાચલ ફરવા ગયેલા ટૂરિસ્ટ્સ આ સ્નોફોલને કારણે ખુશ થઈ જશે. આ સિવાય હવે ખાસ સ્નોફોલ જોવા જતા ટૂરિસ્ટ્સની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે.

(3:30 pm IST)