Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

સમૃધ્ધિના મામલે ભારત ચીનની સાવ નજીક પહોંચી ગયું

લંડનમાં આવેલ એક સંસ્થાનો અભ્યાસઃ ભારત ૨૦૧૨ની સરખામણીએ ૨૦૧૬માં ચાર ગણુ નજીક આવ્યું : ભારત વ્યવસાયિક માહોલ, આર્થિક ગુણવત્તા અને પ્રશાસનમાં સુધારણાના કારણે ચીનની નજીક

નવી દિલ્હી તા. ૧૨ : ભારત અને ચીન વચ્ચે સમૃધ્ધિની ખીણ ઓછી જોવા મળી છે. લંડનમાં આવેલ લેગાતુમ ઇન્સ્ટિટયુટના તેજા લેગાતુમ પ્રોસ્પેરિટી ઇન્ડેકસના જણાવ્યા મુજબ સમૃધ્ધિના કારણે ભારત ૨૦૧૨ની સરખામણીએ ૨૦૧૬માં ચાર ગણી નજીક પહોંચી રેકિંગમાં ૧૦૦માં સ્થાન પર પહોંચી ગયો છે. જ્યારે ચીનનું સ્થાન ૯૦માં ક્રમે છે. લેગાતુમ ઇન્સ્ટિટયૂટના અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં આ વર્ષે નોટબંધી અને કહેવામાં આવ્યું છે કે, ભારતમાં આ વર્ષે નોટબંધી અને જીએસટી લાગુ કરવાથી જીડીપી ગ્રોથને ઝાટકો લાગ્યો છતાં તેના સમૃધ્ધિ સુચકાંકમાં આટલી વૃધ્ધિ થવી એ મહત્વનું છે. રીપોર્ટના જણાવ્યા મુજબ ભારત વ્યવસાયિક માહોલ, આર્થિક ગુણવત્તા અને પ્રશાસનમાં સુધારણના કારણે ચીનની નજીક આવી પહોંચ્યુ.

લેગાતુમ ઇન્સ્ટિટયૂટે કાયદો બનાવીને નિયમોને ન્યાયિક વ્યવસ્થામાં પડકાર આપવાની ક્ષમતા વધારવા માટે ભારતની પ્રશંસા કરી રિપોર્ટમાં બિઝનેસ એન્વાઇરમેન્ટ અને ઇકોનોમિક ગુણવત્તા અંગે ઇન્ટેલેકયુઅલ પ્રોપર્ટી અધિકારમાં સુધારણા તથા મોટી સંખ્યામાં ભારતીયોનું બેંક ખાતુ ખોલવાનો હવાલો આપ્યો.

સમૃધ્ધિ ઇન્ડેકસમાં નવ સબ-ઇન્ડીસેઝ છે. વ્યવસાયિક માહોલ, શાસન - પ્રશાસન, શિક્ષા, હેલ્થ, સેફટી એન્ડ સિકયોરીટી, વ્યકિતગત સ્વતંત્રતા, સામાજીક મૂડી અને પ્રાકૃતિક વાતાવરણ, લંડન સ્કુલ ઓફ ઇકોનોમિકસ, ટુફટસ યુનિવર્સિટી, બ્રુકિંગ્સ ઇન્સ્ટીટયૂટ્સ અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સન ડિઓગો જેવી પ્રતિષ્ઠિત સંસ્થાનોના વિવિધ વિષયોના જાણકારોના એક પેનલે પ્રદર્શનની સમીક્ષા કરી.

કુલ થઇને ૨૦૧૭માં વિશ્વભરની સમૃધ્ધિ વધી છે અને ત્રાસવાદ, ઇસ્લામિક સ્ટેટ વિરૂધ્ધ યુધ્ધ, પશ્ચિમ એશિયા તેમજ ઉત્તરી આફ્રીકા સાથે મોટી સંખ્યામાં વિસ્થાપન જેવા મોટા સ્તર પર ઉથલ - પાથલ છતાં તેને છેલ્લા દાયકામાં સર્વોચ્ચ સ્તરે આંબી લીધી. હવે દુનિયાની સમૃધ્ધિ ૨૦૦૭ની સરખામણીએ ૨.૬ ટકા વધુ છે. એક રીતે જોઇએ તો ૨૦૧૭માં દુનિયાભરમાં સમૃધ્ધિ વધી છે પરંતુ એશિયા પ્રશાંત જેવી વૃધ્ધિ અન્ય કોઇ ક્ષેત્રમાં હાંસલ કરી નથી.(૨૧.૨૫)

(3:23 pm IST)