Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

વડાપ્રધાન મોદીની પ્રચારની નવી સ્ટાઇલઃ અમદાવાદ રિવર ફ્રન્ટથી સી પ્લેનમાં બેસી ધરોઇ ડેમ ગયાઃ દેશમાં પ્રથમ વખત ઉડ્યુ આ પ્રકારનું વિમાન

અમદાવાદ : ગુજરાતના રીવરફ્રન્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બીજા તબક્કાના મતદાનના પહેલા વિકાસની નવી સિદ્ધી મેળવી હતી. વડાપ્રધાન આજે સવારે રીવરફ્રન્ટ ખાતેથી સી પ્લેનમાં ધરોઇ જવા માટે રવાના થયા હતા. ધરોઇથી મોદી માર્ગ મારફતે અંબાજીમાં દર્શન કર્યા હતા. અગાઉ આજે સવારે મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં નરેન્દ્રભાઈ સવારમાં નિર્ધારિત સમય કરતા થોડાક મોડેથી રીવરફ્રન્ટ ખાતે પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ સી પ્લેન મારફતે રવાના થઇ ગયા હતા. સી પ્લેનમાં મુસાફરી કરનાર મોદી દેશના પ્રથમ વડાપ્રધાન બની ગયા છે. છેલ્લા કેટલાક દિવસથી પ્રચારમાં વિકાસનો મુદ્દો ન આવતા તેમના વિરોધી તેમની ટિકા કરી રહ્યા હતા. જો કે મોદીએ આજે વિકાસનો વિરોધ કરનારને જવાબ આપ્યો હતો. મોદી સી પ્લેન મારફતે રીવર ફ્રન્ટથી ધરોઇ જવા માટે રવાના થયા હતા. હજુ સુધી કોઇ વડાપ્રધાન સી પ્લેનમાં બેઠા નથી. આ ખાસ પ્રકારના વિમાનની વિશેષતા એછે કે તે જમીન અને પાણી બન્ને જગ્યાએ ચાલી શક છે. તેને ઉડાણ ભરવા માટે પણ વધારે જગ્યાની જરૂર હોતી નથી. અબાજીમાં દર્શન કર્યા બાદ શ્રી મોદી ફરી એકવાર રીવરફ્રન્ટ ખાતે પહોંચી જશે.

 સી પ્લેન ઉડાવવા માટે ખાસ પાયલોટ બોલાવવામાં આવ્યો હતો. સી પ્લેનના આગમનથી એક નવી શરૂઆત થઇ રહી છે. આના કારણે વિકાસને પ્રોત્સાહન મળી શકે છે.

(3:14 pm IST)