Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

પાંચસો અને બે હજારની નવી ચલણી નોટ ફાટી તો બદલી નહીં શકાય

RBIના નવા નિયમને કારણે નાગપુરના ગરીબની કફોડી હાલતઃ દીકરી માટે દવા ખરીદવાના થયા વાંધા

નાગપુર તા. ૧૨ : પાંચસો અને બે હજાર રૂપિયાની ફાટેલી કે ડેમેજ થયેલી ચલણી નોટો બેંકો અથવા તો આરબીઆઇમાં બદલી શકાશે નહીં. ચલણમાં આવેલી નવી પાંચસો કે બે હજાર રૂપિયાની ચલણી નોટ ફાટે કે ડેમેજ થાય તો એ ફકત એક કાગળનો ટુકડો જ ગણાશે, નોટની કોઇ કિંમત રહેશે નહીં એમ નાગપુરમાં બનેલા એક બનાવ પરથી સિધ્ધ થયું છે અને એને કારણે એક સામાન્ય અનુવાદકની હાલત કફોડી થઇ ગઇ છે. પોતાની માનસિક રીતે અક્ષમ પુત્રી માટે હવે તેને દવા ખરીદવાના વાંધા થઇ ગયા છે.

વપરાશને કારણે નોટ ડેમેજ થાય એ માટે આ ખૂબ જ ઓછો સમય છે તેમ છતાં જો ચલણી નોટ ફાટી ગઇ હોય કે ડેમેજ થઇ ગઇ હોય તો પહેલાની અન્ય ચલણી નોટોની જેમ આરબીઆઇ કે અન્ય બેંકો નવી પાંચસો અને બે હજારની નોટો બદલી આપશે નહીં. નાગપુરમાં અનુવાદનું કામ કરતા રામ મકડે નાગપુરની આરબીઆઇ ઓફિસમાં ગયા અઠવાડિયે ૫૦૦ રૂપિયાની બે ફાટેલી નોટ લઇને બદલવા માટે ગયા હતા, પરંતુ તેમને ખાલી હાથ પાછા આવવું પડયું હતું. રામ મકડેની માનસિક રીતે અક્ષમ પુત્રીએ ભૂલથી આ નોટો ફાડી નાખી હતી. જોકે રામ સામાન્ય વર્ગના હોવાને કારણે તેમને માટે આ રકમ ઘણી મોટી છે. તે આ રકમથી પોતાની પુત્રી માટે દવા ખરીદવાના હતા.

(12:26 pm IST)