Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

આવતા વર્ષ સુધીમાં આવી જશે ફલશ કરી દઇ શકાય એવી વિશ્વની પહેલી પ્રેગ્નન્સી ટેસ્ટ-કિટ

નવી દિલ્હી તા. ૧૨ : માસિકચક્રના નિયત સમય કરતાં બે-ચાર દિવસ ચડી જાય તો તરત જ યુવતીઓને પ્રેગ્નન્સી રહી ગઇ હશે કે શું એની ચિંતા થાય છે. આ માટે હોમ પ્રેગ્નન્સી ટેસ્ટ-કિટનું નિદાન ઘણું અસરકારક છે. જોકે ટેસ્ટ કર્યા પછી એ કિટને છુપાવવાનું અઘરૃં હોય છે. એમ જ ખુલ્લામાં ડિસ્પોઝ કરવામાં આવે અને કોઇકની નજરે ચડી જાય તો એ ઠીક ન લાગે.

એક રીતે જોવા જઇએ તો એ મેડિકલ વેસ્ટ કહેવાય. જોકે પ્લાસ્ટિકની સફેદ સ્ટિકની જગ્યાએ લિઆ નામની ટેસ્ટ કિટ ડેવલપ કરવામાં આવી છે એ ખાસ પ્રકારના કાગળની બનેલી છે અને એને રૂટીન પ્લાસ્ટક કિટની જેમ જ યુઝ કરવાની છે. યુરિનનાં બે-ત્રણ ટીપા નાખવાથી એમાં પોઝીટીવ પ્રેગ્નન્સી દર્શાવવા માટે બે લાલ લાઇન દેખાય છે. આ ટેસ્ટ માસિક મિસ થયાના બીજા જ દિવસે કરવામાં આવે તો પણ ૯૯ ટકા જેટલુ ચોકસાઇપૂર્વકનું નિદાન કરી શકે છે. કાગળની કિટ બની હોવાથી ટોઇલેટમાં જ ફલશ કરી દઇ શકાય છે. પ્લાસ્ટિકનો કચરો પૃથ્વી પર વધી રહ્યો છે ત્યારે આ પ્રકારની ટેસ્ટ કિટ વિકસવાથી ઘણો બધો વેસ્ટેજ થતો અટકશે અને પેપરને પ્રેગ્નન્સી કિટ સરળતાથી ડિસ્પોઝ થઇ જવાથી વાત છુપી રહી શકે છે. આવતા વર્ષથી આ ટેસ્ટ-કિટ માર્કેટમાં મળતી થઇ જશે જેની કિંમત અંદાજે ૫૦૦થી ૧૫૦૦ રૂપિયાની વચ્ચે હશે.(૨૧.૧૫)

 

(11:34 am IST)