Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

૧૫૦ બેઠકો જીતવા ભાજપ ઇચ્છે છે કે મતદાનની ટકાવારી વધે

પ્રથમ તબક્કામાં ૬૮ ટકા મતદાન થતા ચિંતિત ભાજપઃ હવે બીજા તબક્કામાં ૭૦ ટકા મતદાન કરાવવા ઇચ્છે છે

નવી દિલ્હી તા.૧ર : ગુજરાતમાં ૧પ૦થી વધુ બેઠકો જીતવાનુ લક્ષ્યાંક લઇને ચાલી રહેલ ભાજપ બીજા તબક્કામાં વધુને વધુ મતદાન કરાવવાના પ્રયાસોમાં લાગી ગયો છે. ભાજપનો પ્રયાસ છે કે મતદાનને ૭૦ ટકાથી ઉપર લઇ જવામાં આવે કે જેથી તેને પોતાનો લક્ષ્યાંક સુધી પહોંચવામાં સરળતા રહે. ગુજરાતમાં બીજા અને અંતિમ તબક્કા માટે ૧૪ ડિસેમ્બરે મતદાન યોજાવાનુ છે.

 

ગુજરાતમાં ૯મી નવેમ્બરે પ્રથમ તબક્કાના મતદાનમાં ૬૮ ટકા મતદાન થયુ છે જે ગત વખતની વિધાનસભાની ચૂંટણી કરતા ચાર ટકા ઓછુ છે. ર૦૧રમાં વિધાનસભાની ચૂંટણી વખતે ૭ર ટકા મતદાન થયુ હતુ. ર૦૧રમાં ભાજપે ૪૭.૮પ ટકા વોટ મેળવી ૧૧પ બેઠકો જીતી હતી. જયારે કોંગ્રેસે ૩૮.૯૩ ટકા વોટો સાથે ૬૧ બેઠકો મેળવી હતી.

એ સમયે મુખ્યમંત્રી મોદી ગુજરાતનું નેતૃત્વ સંભાળતા હતા. તે પછી પીએમ મોદીની આગેવાનીમાં યોજાયેલ ચૂંટણીમાં એટલે કે ર૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે રાજયની તમામ ર૬ બેઠકો જીતી હતી. જો કે એ સમયે મતદાન ૬૩.૬૬ ટકા નોંધાયુ હતુ.

 

(10:53 am IST)