Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

યુનો કહે છે... વિકાસ દોડશેઃ ચાલુ વર્ષે ૭.ર%: ૨૦૧૮માં ૭.૪% રહેશે

યુનોએ આપ્યા સારા સંકેતોઃ શરૂઆતમાં સુસ્તી અને નોટબંધીની અસર હતી છતાં સંભાવનાઓ સકારાત્મકઃ સરકારના આર્થિક સુધારાઓથી અર્થતંત્ર મજબુત બનશેઃ જો કે લોનની માંગ ઘટી રહી છે અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં ક્ષમતાનો પુરતો ઉપયોગ થતો નથીઃ બેન્કીંગ અને કોર્પોરેટ ક્ષેત્ર બેલેન્સ શીટમાં સમસ્યાઓ સામે ઝઝુમી રહ્યા છે

નવી દિલ્હી તા.૧ર : ઉપભોગતા તથા સાર્વજનિક નિવેષ વધવા તથા નિયોજીત રીતે ચલાવવામાં આવી રહેલા આર્થિક સુધારાને કારણે ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર ઝડપથી આગળ વધે તેવી શકયતા છે. યુનોના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચાલુ નાણાકીય વર્ષ-૨૦૧૭-૧૮માં વિકાસ દર ૭.ર ટકા અને આવતા નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં તે ૭.૪ ટકા રહેવાની સંભાવના છે.

 

યુનોના આર્થિક તથા સામાજીક મામલાના વિભાગ દ્વારા જારી વર્લ્ડ ઇકોનોમીક સિચ્યુએશન એન્ડ પ્રોસ્પેકટસ ર૦૧૮ રિપોર્ટમાં જણાવાયુ છે કે મધ્યકાળમાં અનેક પડકારો હોવા છતાં ટુંકાગાળામાં સમગ્ર દ.એશિયામાં આર્થિક સંભાવનાઓ અનુકુળ બહેતર બની છે. રિપોર્ટ અનુસાર આમ લોકોની બહેતર ડિમાન્ડ તથા અર્થવ્યવસ્થા સંબંધી મજબુતી નીતિઓને કારણે આર્થિક પરિસ્થિતિ સારી છે. આ ક્ષેત્રમાં અનેક દેશોમાં નાણાકીય નીતિ ઉદાર છે અને માળખાકીય ક્ષેત્રોમાં રોકાણ પર ભાર મુકવામાં આવી રહ્યો છે. બહારની માંગ વધવાથી પણ અર્થવ્યવસ્થાને વેગ મળ્યો છે.

ભારત અંગેના રિપોર્ટમાં જણાવાયુ છે કે આ વર્ષના પ્રારંભમાં સુસ્તી અને નોટબંધીની અસર છતાં હવે સંભાવનાઓ સકારાત્મક છે. સરકાર આર્થિક સુધારા આગળ વધારી રહી છે. આનાથી અર્થતંત્ર વેગ મળશે. રિપોર્ટમાં ચાલુ નાણાકીય વર્ષના વિકાસ દરનું અનુમાન ૬.૭ ટકાથી વધારી ૭.ર ટકા કરવામાં આવ્યુ છે. આવતા નાણાકીય વર્ષમાં વિકાસ દર વધુ વેગ પકડી ૭.૪ ટકા જઇ શકે છે. જો કે ભારતમાં ખાનગી નિવેષની ધીમી રફતાર ચિંતાનો વિષય છે. વર્ષ-ર૦૧૭માં જીડીપીના મુકાબલે ગ્રોસ ફિકશ્ડ કેપીટલ નિર્માણ ૩૦ ટકા રહ્યુ છે. જયારે આ આંકડો ર૦૧૦માં ૪૦ ટકા પર હતો. લોનની માંગ નબળી છે, જયારે કેટલાક ઔદ્યોગિક ક્ષેત્રમાં ઓછી ક્ષમતાનો ઉપયોગ થઇ રહ્યો છે. બેન્કીંગ તથા કોર્પોરેટ ક્ષેત્રમાં બેલેન્સ સીટમાં સમસ્યાઓ ઉભી થઇ છે.

રિપોર્ટ અનુસાર એવામાં કુલ નિવેષ વધારવા માટે માળખાકીય ક્ષેત્રમાં સાર્વજનિક નિવેષ અત્યંત મહત્વનો છે. નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ પબ્લીક ફાઇનાન્સ એન્ડ પોલીસીના પ્રો.ભાનુમુર્તિનું કહેવુ છે કે નાણાકીય નીતિ ઉદાર હોવા છતાં લોનની માંગ ઓછી છે પરંતુ બેંકોને નવી પુંજી આપવા તથા ઇન્સોલવન્સી એન્ડ બેંકરપ્સી કોડ એવા પગલા છે જેનાથી વિકાસને વેગ મળશે. તેમણે કહ્યુ છે કે રાજકોષીય ખાધના ૩.ર ટકાનુ લક્ષ્યાંક મેળવવાનો કોઇ મામલો નથી પરંતુ વ્યયની ગુણવતા વધારે મહત્વની છે.

(9:45 am IST)