Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

તાતા મોટર્સ પેસેન્જર કાર વેહિકલના ભાવમાં ૨૫,૦૦૦ રૂપિયા સુધીનો વધારો કરશે

નવી દિલ્હી તા. ૧૨ : દેશની બીજા નંબરની ઓટો કંપની તાતા મોટર્સ દ્વારા આગામી જાન્યુઆરીથી પેસેન્જર વાહનોની કિંમતમાં રૂ.૨૫,૦૦૦ સુધીનો વધારો કરવામાં આવશે.

 

માર્કેટની સ્થિતમાં થયેલા બદલાવ, ઇનપુટ ખર્ચમાં વૃધ્ધિ અને અન્ય આર્થિક પરિબળોને કારણે કંપનીને ભાવમાં વધારો કરવાની ફરજ પડી હોવાનું વધુમાં જણાવવામાં આવ્યું હતું. હાલમાં લોન્ચ કરવામાં આવેલી એસયુવી નિકસનની પ્રારંભિક કિંમતની ઓફર ૩૧ ડિસેમ્બરના રોજ પૂરી થશે અને જાન્યુઆરી ૨૦૧૮થી તેની દરેક વેરિન્ટના ભાવમાં રૂ.૨૫,૦૦૦ સુધીનો વધારો કરવામાં આવશે એમ કંપનીનું કહેવું હતું. અગાઉ હોન્ડા, સ્કોડા, ટોયોટા વગેરે ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી ચૂકયા છે.

(9:14 am IST)