Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

નવા વર્ષમાં Jio યુઝર્સને લાગી શકે છે ઝટકો, મોંઘા થશે ટેરિફ પ્લાન!

રિલાયન્સ જિયોએ દિવાળી પર પોતાના ટેરિફમાં ફેરફાર કરી મોંદ્યા કર્યા હતા આ સાથે ટેરિફ હજુ વધુ મોંઘા થવા જઈ રહ્યા છે. નવા રિપોર્ટ મુજબ હાલના ઓપરેટર્સ સામે ચાલી રહેલું ટેરિફ વોર ખતમ થઈ શકે છે અને જિયો પોતાના ટેરિફ મોંદ્યા કરી શકે છે. જિયોએ લગભગ એક વર્ષમાં સસ્તા ટેરિફ રાખીન અન્ય બીજી કંપનીઓના પ્લાન સસ્તા કરી દીધા છે.

ઓપન સિગ્નલના એક રિપોર્ટ મુજબ જિયોની માર્કેટમાં એન્ટ્રી થતા ટેલિકોમ સેકટરમાં પ્રાઈઝ વોર વધી હતી. ઓપન સિંગ્નલના અંડેરા ટોથનું કહેવું છે કે, 'આ ટ્રેન્ડ આગામી વર્ષ સુધી ચાલુ રહેશે. ૪ઞ્ માર્કેટમાં જીયોનો દબદબો હજુ પણ રહેશે. ફ્રી અને ડિસ્કાઉન્ટ ડેટા એક વર્ષ સુધી આપ્યા બાદ હવે ૨૦૧૮માં ટેરિફની કિંમતોમાં વધારો કરી શકે છે.'

Cirisilની પ્રીડિકશન મુજબ ભારતમાં હાલ મોબાઈલ પેનેટરેશન રેટ ૪૦ ટકા છે જે ૨૦૨૨ સુધી ૮૦ ટકા એટલે કે ડબલ થઈ જશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે LTE સર્વિસે લીડિંગ રોલ પ્લે કર્યો છે. જેના કારણે વર્ષદરમિયાન સતત ડેટા યુઝર્સ વધી રહ્યા છે.

(9:11 am IST)