Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

દિલ્હી-એનસીઆરમાં ડેંગ્યુનો કહેર : ૪૩ ટકા ઘરોમાં દર્દીઓ મળ્યા

લોકલ સર્કલ દ્વારા થયેલ સર્વેમાં ખુલાસો : હોસ્પીટલોમાં ગત માસ કરતા આ મહિને ૩૦ થી ૬૦ ટકા વધુ નવા કેસ નોંધાયા

નવી દિલ્હી,તા.૧૨ : દિલ્હી-એનસીઆરમાં ડેન્ગયુથી હાલત ખુબજ ખરાબ બની છે. હાલમાં થયેલ સર્વેક્ષણ મુજબ ડેંગ્યુએ ૪૩ ટકા પરિવારોને પોતાની લેપટમાં લીધા છે. આ સર્વે લોકલ સર્કીલના નામની સંસ્થાન માધ્યમથી કરાયેલ.

આ સર્વેક્ષણમાં દિલ્હી, ગુરૂગ્રામ, નોયડા, ગાઝીયાબાદ, ફરીદાબાદનો સમાવેશ કરાયેલ. રિપોર્ટ મુજબ દિલ્હી-એનસીઆરના હોસ્પીટલમાં છેલ્લા ૬ અઠવાડીયામાં લોહીની માંગ વધી છે. કુલ ૧૪,૯૭૪ લોકોનો સર્વે કરાયેલ. જેમાં ૬૩ ટકા પુરૂષો અને ૩૭ ટકા મહિલાઓ હતી. અપોલો અને મેકસ હોસ્પીટલમાં ગત માસ કરતા ડેંગ્યુના ૩૦ થી ૬૦ ટકા દર્દીઓ વધ્યા છે.  રિપોર્ટ મુજબ દિલ્હી-એનસીઆરના આસપાસના વિસ્તારોમાં ડેંગ્યુની અસર જોવા મળી છે. સૌથી વધુ અસર ગાઝીયાબાદમાં છે. જ્યાં ૫૭ ટકા લોકોમાં ડેંગ્યુના કેસ હોવાની માહિતી મળી છે. વિસ્તારામાં દવાનો છંટકાવ નથી કરાયેલ. તાજા સર્વે મુજબ દિલ્હીમાં ૪૫, નોઇડા  ૪૪, ફરીદાબાદમાં ૪૦ અને ગુરૂગ્રામમાં ૨૦ ટકા કેસ નોંધાયા છે.

(3:16 pm IST)