Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

રાજસ્‍થાનમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવો ઘટાડવા આખરે કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દરમિયાનગીરી કરવી પડી

રાજસ્‍થાનના મુખ્‍યમંત્રી અશોક ગેહલોતે જ એક ખુલાસમાં અમીત શાહે ફોન કર્યાનું જણાવ્‍યું : પ્રદેશ ભાજપ અધ્‍યક્ષે પણ સોનિયા ગાંધીને પત્ર લખી ભાવ ઘટાડવા માંગણી કરી છે

નવી દિલ્‍હી :  અશોક ગેહલોતે જણાવ્યું કે દેશના ગૃહમંત્રી અમિત શાહે મને ફોન કર્યો હતો અને તેમણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની સલાહ આપી હતી.

સાથે કેબિનેટ સચિવે પણ રાજ્યના મુખ્ય સચિવને રેટ ઘટાડવાની વાત કરી હતી. ગેહલોતે કહ્યું કે વેટના દરમાં ઘટાડા અંગે વિચારણા કરાઈ રહી છે.

સોનિયા ગાંધીને મળ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા અશોક ગેહલોતે કહ્યું કે પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવ સતત વધી રહ્યા છે તે ચિંતાજનક છે અને અમે અમારા અધ્યક્ષને આ અંગે જાણકારી આપી હતી. અમારી સરકારે પેટ્રોલ ડીઝલની કિંમત ઘટાડીને લોકોને રાહત આપી દીધી છે.

રાજ્ય કે કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડી હતી અને તે પછી ઘણી રાજ્ય સરકારોએ પણ વેટ ઘટાડવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસ શાસિત રાજ્યોમાં પંજાબ સરકારે પણ વેટ ના દરમાં કામ કર્યું હતું. રાજસ્થાનમાં વેટના દરમાં ઘટાડો ન કરવા બદલ મુખ્યમંત્રી અશોક ગેહલોત વિપક્ષનું નિશાન બન્યા છે. વેટના દરમાં ઘટાડો કરવા માટે વિપક્ષ તરફથી સતત માંગ કરવામાં આવી રહી છે, આ અંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ પત્ર લખ્યો હતો.

(9:41 pm IST)