Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

યુ.એસ.ના દલાસ ફોર્થવર્થમાં શરૂ કરાયેલા મુંબઇ નિવાસી લોકોના ગૃપમાં ૨૫૦ મેમ્બર્સ નોંધાઇ ગયાઃ ''મુંબઇકારો''ના નામથી શરૂ કરાયેલા આ ગૃપએ નવરાત્રિ ગરબા બાદ દિવાળી ઉત્સવ ઉજવ્યો

ટેકસાસ :દલાસ ફોર્થ વર્ષ માં મુંબઈ નિવાસી લોકોનું ગ્રુપ નો પ્રારંભ થયેલ છે. કાનન શાહ અને પ્રવિણ ભોંસલેના પ્રયત્નથી આ ગ્રુપની શરુઆત થયેલ. આ માટે પ્રવિણ ભોંસલે ઓનલાઈન સમુદાય બનાવવા માટે કમરકશી અને લગભગ ૨૫૦ મેમ્બર આ ગ્રુપમાં જોઈન્ટ થયા. મુંબઈ કારો નામના ટાઈટલથી આ ગ્રુપની શરુઆત થઈ આ માટે  પ્રથમ વખત મુંબઈ વાસીઓ માટે દિવાળીનું આયોજન તારીખ ૨૬મી ઓક્ટો. ના રોજ Fan Asia ના હોલમાં રાખેલ જેમાં નવરાત્રીના ગરબા અને સુંદર ગુજરાતી ભોજનનું આયોજન કરેલ.... આ ગ્રુપમાં ગુજરાતી મરાઠી અને મુંબઈ રહેતા લોકો સભ્ય થઈ શકે છે... 

 આ માટે સંપર્ક ;-કાનન શાહ 214 766 4343 અને  પ્રવિણ  ભોંસલે  972 755 3959

 આ ગ્રુપ વર્ષમાં અનેક કાર્યક્રમ જેવાકે સામાજીક અને ધાર્મિક, બાળકો માટેના સુંદર કાર્યક્રમોનું આયોજન કરેલ છે...

તેવું શ્રી સુભાષ શાહ, દલાસની યાદી જણાવે છે.

(1:38 pm IST)