Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

વાયુ પ્રદુષણ દર મિનીટે ૧૩ લોકોનો ભોગ લઈ રહ્યુ છે

ડબલ્યુએચઓએ રજૂ કર્યો ડરામણો રીપોર્ટઃ અત્યારે જો નહિ જાગીએ તો સ્થિતિ વધુ ખતરનાક બનશે : જળવાયુ પરિવર્તન માનવતા સામે સૌથી મોટો સ્વાસ્થ્ય ખતરો છેઃ તેના સ્વાસ્થ્ય પ્રભાવોથી ગરીબ કે અમીર કોઈ સુરક્ષિત નથી

નવી દિલ્હી, તા. ૧૨ :. દુનિયાભરમાં વાયુ પ્રદુષણથી થનારા મોતને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે ડબલ્યુએચઓ એ ડરામણો રીપોર્ટ જારી કર્યો છે. આ રીપોર્ટ અનુસાર વાયુ પ્રદુષણથી દુનિયાભરમાં દર મિનીટે ૧૩ લોકોના મોત થઈ રહ્યા છે. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં સંયુકત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન સંમેલનના નેતૃત્વમાં શરૂ થયેલી બેઠકમાં આ સંગઠને પોતાનો ખાસ રીપોર્ટ જારી કરતા ચેતવણી પણ ઉચ્ચારી છે. જેમાં જણાવાયુ છે કે જો આવનારા સમયમાં લોકો જો નહિ ચેતે તો ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે.

બેઠક દરમિયાન ડબલ્યુએચઓના વડા ડો. ટેડ્રોસ અધોનામ ધેબ્રેયસસએ કહ્યુ હતુ કે કોરોના મહામારીએ માણસ, જાનવરો અને આપણા પર્યાવરણ વચ્ચે ઘનિષ્ઠ અને નાજુક સંબંધો પર પ્રકાશ ફેંકયો છે. તેમણે કહ્યુ છે કે બધા દેશોથી ગ્લોબલ વોર્મિંગને ૧.૫ ડીગ્રી સેલ્સીયસ સુધી સીમીત કરવા માટે આ બેઠક પર નિર્ણાયક કાર્યવાહી કરવાનું આહવાન કરે છે. આ બધુ આપણા હિતમાં છે.

ડબલ્યુએચઓના રીપોર્ટને એક ખુલ્લા પત્રના સ્વરૂપમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ રીપોર્ટ દુનિયાભરમાં ઓછામાં ઓછા સાડા ચાર કરોડ ડોકટરો અને સ્વાસ્થ્ય ક્ષેત્રના ૩૦૦ સંગઠનો, રાષ્ટ્રીય નેતાઓ વગેરેના વાયુ પ્રદુષણના પ્રભાવને ઘટાડવા માટે પગલા વધારવા જણાવાયુ છે. રીપોર્ટ અનુસાર જીવાશમ ઈંધણ સળગવાથી લોકોના જીવ જઈ રહ્યા છે. જળવાયુ પરિવર્તન માનવતા સામે સૌથી મોટો સ્વાસ્થ્ય ખતરો છે. જળવાયુ પરિવર્તનના સ્વાસ્થ્ય પ્રભાવોથી કોઈપણ સુરક્ષિત છે પછી ભલે તે નબળા વર્ગનો હોય કે અમીર વર્ગનો હોય. આપણે આ બાબતે પગલા લેવા જ પડશે નહિતર આવતી પેઢી માટે તે વધુ ખતરનાક બનશે.

(11:36 am IST)