Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

૩૩૨૨ કરોડનાં માલિક છે અમિતાભ બચ્ચન :વર્ષે રૂ. ૩૫૦ કરોડની કરે છે કમાણી

બિગ બી તેમની કમાણીનાં ૨૦ ટકા રકમ ધર્માદામાં વાપરે છે અને લોકોની મદદ કરે છે

મુંબઇ,તા. ૧૨: અમિતાભ બચ્ચનની નેટ વર્થ વર્ષ ૨૦૨૧માં $૪૫૫ મિલિયન છે. જે ને ભારતીય આંકાડામાં જોઇએ તો. તે ૩૩૨૨ કરોડ રૂપિયા થાય છે. તેઓ તેમની મોટાભાગની કમાણી ફિલ્મો અને પ્રમોશન દ્વારા જ કરે છે. તેઓ એક ફિલ્મમાં કામ કરવા માટે ૬ થી ૧૫ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. અમિતાભ બચ્ચની નેટવર્થ દર વર્ષે ૧૨ ટકાનાં દરે વધી રહી છે.અમિતાભ બચ્ચન પોતે એક બ્રાન્ડ છે. તેઓ છેલ્લાં ૧૪ વર્ષથી કૌન બનેગા કરોડપતિ હોસ્ટ કરે છે. જે માટે ચેનલ તેમને કરોડોમાં રૂપિયા પે કરે છે.

બિગ બી તેમની કમાણીનાં ૨૦ ટકા રકમ ધર્માદામાં વાપરે છે. અને લોકોની મદદ કરે છે. તેઓ ગરીબ બાળકોનાં ભણતરમાં તેમની ધર્માદાની રકમનો સૌથી વધુ ઉપયોગ કરે છે.

બિગ બીની કમાણીની વાત કરીએ તો તેઓ વાર્ષિક ૩૫૦ કરોડ રૂપિયાની કમાણી કરે છે. અને માસિક ૩૫ કરોડ રૂપિયાની કમાણી કરે છે. છેલ્લાં પાંચ વર્ષની અમિતાભ બચ્ચનની નેટવર્થ પર નજર કરીએ તો, તેઓની નેટવર્થ વર્ષ ૨૦૧૭માં $૩૫૨ મિલિયન હતી. જે વધીને વર્ષ ૨૦૧૮માં ઼૩૬૭ મિલિયન થઇ ગઇ છે. વર્ષ ૨૦૧૯માં તે વધીને $૩૭૯ મિલિયન થઇ છે. જયારે વર્ષ ૨૦૨૦માં તે $431 મિલિયન છે. વર્ષ ૨૦૨૧માં તેમની નેટવર્થ વધીને ઼૪૫૫ મિલિયન થઇ છે.

વિન્ટેજ કારથી માંડી લકઝુરિયસ કાર્સનાં શોખીન અમિતાભ બચ્ચન પાસે ૧૭ જેટલી કાર્સ છે. અને તે તમામની કિંમત લાખો કરોડો રૂપિયામાં છે. રોલ્સ રોયસ, રેન્જ રોવર, બેન્ટલી, BMW, ઓડી, મર્સિડિઝ, પોર્સ , ટોયોટા અને મીની કૂપર જેવી મોંઘી દાટ કંપનીની ગાડીઓ તેમની પાસે છે. જેની તસવીરો અવાર નવાર સોશિયલ મીડિયા પર આવતી રહે છે.

અમિતાભ બચ્ચનની અપકમિંગ ફિલ્મ અંગે વાત કરીએ તો, તે પૌનીયન સેલવાન, ગુમનામ, ઉયાર્ધા મનિથાન જેવી ફિલ્મમાં નજર આવશે.

(9:51 am IST)