Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

૪૧ વર્ષની ટિચરે ૧૫ વર્ષના વિદ્યાર્થી સાથે બનાવ્યો સંબંધ! ગર્ભવતી થતા થઇ ધરપકડ

એવા સમાચાર જે કોઇને પણ વિચલિત કરી શકે છે

ન્યુયોર્ક,તા.૧૨: તમે સાંભળ્યું હશે કે એક શિક્ષક પોતાના વિદ્યાર્થીના ભવિષ્યને સુધારવામાં સૌથી મહત્વનું યોગદાન આપે છે. શિક્ષક અને વિદ્યાર્થીનો સંબંધ ઘણો ખાસ હોય છે. વિદ્યાર્થીને પણ પોતાના ટિચર સાથે ઘણો લગાવ હોય છે. જોકે હાલમાં જ એક એવા સમાચાર સામે આવ્યા છે જે કોઇને પણ વિચલિત કરી શકે છે. આ સમાચાર એક લેડી ટિચર અને વિદ્યાર્થી સાથે જોડાયેલ છે પણ અજીબોગરીબ છે.

અમેરિકાના ફ્લોરિડામાં રહેનારી ૪૧ વર્ષની હેરી કલૈવી એક ટિચર છે અને તેની ઉપર ઘણો સંગીન આરોપ છે. હેરી પર આરોપ છે કે તેણે ૧૫ વર્ષના વિદ્યાર્થી સાથે સંબંધ બનાવ્યા છે. તેનાથી પણ ચોંકાવનારી વાત એ છે કે કથિત રીતે તે આ સંબંધથી પ્રેગ્નેટ થઇ ગઈ હતી અને હાલ તે ૮ મહિનાની ગર્ભવતી છે. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે અને તેની સાથે જોડાયેલી તપાસ ચાલી રહેલી છે.

ટિચર પર સગીર સાથે સંબંધ બનાવવાનો આરોપ છે. આ સિવાય તેની ઉપર સ્કૂલમાં બંદૂક લાવવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. ગત શુક્રવારે હેરીની ધરપકડ કરવામાં આવી અને તેના પર વિદ્યાર્થી સામે અપરાધ, બાળકોની સુરક્ષાને અનદેખી કરવાનો, સ્કૂલમાં બંદૂક લાવવાનો અને સીગર સાથે યૌન શોષણનો આરોપ લાગ્યો છે. જોકે પોલીસ એ જાણીને ચકિત છે કે પીડિત બાળક ટિચર પર કોઇપણ પ્રકારનો આરોપ લગાવવા માટે તૈયાર નથી. સગીર બાળક પોલીસની તપાસમાં સહયોગ પણ કરી રહ્યો નથી. તેનું કહેવું છે કે તે પીડિત નથી અને તેનો બળાત્કાર કરવામાં આવ્યો નથી. ફ્લોરિડા પોલીસના પ્રવકતાએ કહ્યું કે ફ્લોરિડામાં સગીર સંબંધ બનાવવા માટે સહમતિ આપી શકે નહીં.

વિદ્યાર્થીના સ્કૂલના મિત્રોએ પોલીસને જણાવ્યું કે તેમણે વિદ્યાર્થીના ફોનમાં ટિચર અને તેના અશ્લિલ વીડિયો અને ફોટો પણ જોયા હતા. પોલીસ પ્રવકતાએ જણાવ્યું કે હેરી ૮ મહિનાની પ્રેગ્નેટ છે તો તે વિશે માહિતી આપી શકે નહીં કે તે બાળકોનું છે. મિયામી ડેડ કાઉન્ટી પબ્લિક સ્કૂલના અધિકારીઓનું કહેવું છે કે હેરી માર્ચથી સ્કૂલ આવી રહી નથી તેને સ્કૂલના એક બીજા સેન્ટરમાં કામ કરવા માટે મોકલી દેવામાં આવી હતી. સ્કૂલ તરફથી કહેવામાં આવ્યું છે કે ટિચરને સ્કૂલમાંથી કાઢવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. હવે તે ડિસ્ટ્રીકટના બીજા સ્કૂલમાં અભ્યાસ કરાવી શકશે નહીં. તમને જણાવી દઈએ કે હેરી હાલ જેલમાં છે અને તેને બોન્ડના ૧૪ લાખ રૂપિયા ભર્યા પછી જ જામીન મળશે.

(9:49 am IST)