Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

દેશમાં કરોડપતિ કરદાતાઓની સંખ્યામાં ર૦ ટકાનો વધારો

ર૦૧૮-૧૯માં કરોડપતિ ટેકસ પેયર્સની સંખ્યા વધીને ૯૭,૬૮૯ થઇ

નવી દિલ્હી તા. ૧ર : દેશમાં કરોડપતિઓની સંખ્યા સતત વધી રહી છે. ઇન્મટેકસ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા ડેટા અનુસાર એસેસમેન્ટ યર ર૦૧૮-૧૯ માં કરોડપતિ કરદાતાઓની સંખ્યા ર૦ ટકા વધે છે. ર૦૧૭-૧૮ ના એસેસમેન્ટ યરમાં કરોડપતિ ટેકસ પેયર્સની સંખ્યા ૮૧,૩૪૪ હતી તે વધીને ર૦૧૮-૧૯માં ૯૭,૬૮૯ થઇ છે.

ઇન્કમટેકસ વિભાગ દ્વારા આ આંકડા નોટબંધી બાદના છે કે જયારે અર્થતંત્રમાં સુસ્તી આવવાની શરૂ થઇ ગઇ હતી. પગારદાર (સેલરીડ) કેટેગરીમાં એસેમેન્ટ યર ર૦૧૮-૧૯માં ૪૯,૧ર૮ લોકોએ પોતાનો પગાર રૂ. એક કરોડથી વધુ હોવાનું બતાવ્યું હતું. અગાઉના વર્ષમાં આ આંકડો ૪૧,૪પ૭ નો હતો.

ઇન્કમટેકસ વિભાગે નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯ સુધીનો અપડેટેડ ટાઇમ સિરીઝ ડેટા અને એસેસમેન્ટ યર ર૦૧૮-૧૯ માટે ઇન્કમ ડિસ્ટ્રિબ્યુશન ડેટા જારી કર્યો છે, જેમાં કોર્પોરેટ્સ હિન્દુ અનડિવાઇડેડ ફેમિલીઝ એન્ડ ઇન્ડિવિજયુઅલ્સની ઇન્કમ ડિસ્ટ્રિબ્યુશનની વિગતો સામેલ છે.

(3:49 pm IST)