Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

કર્ણાટકમાં જોવા મળી સાત મોવાળા સાપની કાંચળી

બેગ્લોર,તા.૧૨: હિન્દુ પૌરાણિક કથાઓમાં સાત મોંવાળા સાપનું વર્ણન થયેલું છે, પણ હકીકતમાં કોઈએ કદી સાત માથા ધરાવતો સાપ જોયો નથી. જોકે તાજેતરમાં કર્ણાટકના મેરીગોવદના ડોડી ગામમાં કનાકાપુરા મંદિર પાસે સાત મોવાળા સાપની કાંચળી જોવા મળી એ પછી સ્થાનિકોમાં ખાસ્સી હલચલ મચી ગઈ છે. જેવી આ સાપની વાત ગ્રામજનોમાં ફેલાઈ કે તરત જ લોકો એને જોવા આવવા લાગ્યા. કેટલાકે દર્શન કરીને પૂજા કરવાની શરૂ કરી અને પછી તો કાંચળી પર હળદર, ચંદન અને કુમકુમ ચડાવવાનું શરૂ થઈ ગયું. સ્થાનિકોના કહેવા મુજબ છ મહિના પહેલાં પણ અહીં આવી જ સાત મોંવાળા સાપની કાંચળી જોવા મળી હતી જેની પૂજા કરવા માટે ખાસ એમ દેરી જેવું બનાવવામાં આવ્યું હતું. ગામલોકો માને છે કે એ જગ્યામાં વિશેષ શકિત છે એટલે ત્યાં દેરી બનાવવામાં આવી હતી. હવે ફરીથી એ જ જગ્યાએ એવી જ કાંચળી જોવા મળી છે. કેટલાક લોકોએ તો ચાલતી ગાડીમાં ચડી જવા પોતે સાત મોંવાળો સાપ જોયો હોવાનો દાવો પણ કર્યો છે, જોકે કોઈ હજી સુધી એનો પુરાવો રજૂ કરી શકયું નથી.

(3:46 pm IST)