Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

પીએમસી બેન્કના ખાતેદારોનો હોબાળો: થાણેમાં ફડનવીસની સભામાં હલ્લાબોલ

ફડનવીસે તમામને સાંભળીને સમસ્યાનો હલ કરવા આશ્વાસન આપ્યુ

મુંબઈ : કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમન બાદ મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડનવીસનો વિરોધ પીએમસી બેંકના ખાતેદારોએ કર્યો. ફડવનવીસ જ્યારે ચૂંટણી સભા સંબોધવા થાણે પહોંચ્યા હતા. જે દરમ્યાન પીએમસી બેંકના ખાતેદારે હલ્લાબોલ કર્યો હતો. જોકે, ફડનવીસે તમામને સાંભળીને સમસ્યાનો હલ કરવા આશ્વાસન આપ્યુ હતુ.

 અત્રે ઉલેલ્ખનીય છે કે આ પહેલા નિર્મલા સીતારમનની પ્રેસ કોન્ફરન્સમાં પણ પીએમસીના ખાતેદારોએ હોબાળો કરતા તેમણે જણાવ્યુ હતુ કે, પીએમસી બેંકની કામગીરી પર આરબીઆઈ નજર રાખે છે. જેથી આ મામલે નાણામંત્રાલય કોઈપણ પ્રકારની દખલ કરી શકે તેમ નથી

(11:20 am IST)