Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

રાફેલ મામલે ભાજપ-કોંગ્રેસ આમને સામને

પલટવાર.. હવે અંબાણી પર મનમોહનની ''મહેરબાનીઓ'' ગણાવશે મોદીઃ UPAના સોદાઓની બનશે યાદી

UPAના ૭ વર્ષના શાસનમાં અનિલ અંબાણીને ૨૬૫૦૦ કરોડના મળ્યા'તા કોન્ટ્રાકટ-પ્રોજેકટ

નવી દિલ્હી તા.૧૨: ભાજપે રાફેલ કોન્ટ્રાકટમાં અનિલ અંબાણી જૂથની તરફેણ કરી હોવાના કોંગ્રેસના દાવાને પડકારવા સરકારે યુપીએના શાસનમાં અનિલ અંબાણી જૂથને ફાળવેલા પ્રોજેકટ્સની યાદી બનાવવાનું શરૂ કયંર્ુ છે.

 

અધિકારીઓએ ઇકોનોમિક ટાઇમ્સને નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસ પરથી જાણવા મળ્યું છે કે કોંગ્રેસની આગેવાની હેઠળનાં છેલ્લાં સાત વર્ષ દરમિયાન અનિલ અંબાણીના રિલાયન્સ જૂથને રૂ. ૧૦,૦૦૦ કરોડના પ્રોજેકટ્સ આપવામાં આવ્યા હતા.

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ, ટેલિકોમ જેવા મહત્વનાં મંત્રાલયો તથા નેશનલ હાઇવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને મંુબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી અને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન જેવી સરકારી એજન્સીઓ પાસેથી ડેટા એકત્ર કરવામાં આવી રહયો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ તમામ પ્રોજેકટ્સ સરકારી એજન્સીઓ પાસે હતા. આ પ્રોજેકટ્સના પ્રોસેસિંગમાં કેટલો સમય લાગ્યો હતો અને નિયત પ્રક્રિયાનું પાલન થયું. હતું કે નહીં તેની અમે ચકાસણી કરી રહ્યા છીએ.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, ''સોૈથી મોટી વૃદ્ધિ રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં જોવાઇ હતી, જે ૨૦૧૧માં વીજ વિતરણ કંપનીમાંથી પાંચ વર્ષના ગાળામાં દેશની સોૈથી મોટી ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની બની ગઇ હતી.ઙ્ગકંપનીએ રૂ.૧૬,૫૦૦ કરોડના ૧૨ પ્રોજેકટ્સ શરૂ કર્યા હતા. જેને કારણે આર-ઇન્ફ્રા દેશની સોૈથી મોટી ખાનગી રોડ ડેવલપર બની છે. આ તમામ પાસાંની ચકાસણી થઇ રહી છે.''

રાફેલ સોદા મુદ્દે કોંગ્રેસે સરકાર પર હુમલા વધારી દીધા છે એ સમયે આ સમગ્ર કવાયત હાથ ધરવામાં આવી રહી છે. સિનિયર અધિકારીના કહેવા પ્રમાણે, ''અનિલ અંબાણી ગ્રુપની મુખ્ય છ કંપનીઓ-રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ પાવર, રિલાયન્સ ઇન્ફ્રા, રિલાયન્સ નેચરલ રિસોર્સિસ અને રિલાયન્સ મીડિયાવકર્સ-નો ડેટા એકત્ર કરવામાં આવી રહયો છે. યુપીએના એ પાંચ વર્ષના સમયગાળામાં આમાંની એક પણ કંપનીના માર્કેટ કેપ ઘટયા ન હતા. અનેક કંપનીઓ પાસે પ્રોજેકટ શરૂ કરતાં પહેલા પૂરતો અનુભવ નહોતો.'' કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર સરકાર પાસેથી પણ પ્રોજેકટ્સની વિગતો માગી છે. યુપીએ દ્વારા અનિલ અંબાણી જૂથની કંપનીઓને ફાળવાયેલા રોડ પ્રોજેકટ્સમાં દિલ્હી-આગ્રા, બેંગલુરુ-ચેન્નાઇ, પુણે-સતારા, જયપુર-બિકાનેર સેગમેન્ટનો સમાવેશ થાય છે.(૧.૪)

મહત્ત્વના તારણો

 યુપીએના પાંચ વર્ષના ગાળામાં અનિલ અંબાણીની એક પણ કંપનીનું માર્કેટ-કેપ ઘટયું ન હતું

 કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર સરકાર પાસેથી પ્રોજેકટ્સની વિગતો માગી

 અનિલ અંબાણીને યુપીએ શાસનમાં દક્ષિણ દિલ્હીમાં ચાર ઇન્ફ્રા, પ્રોજેકટ્સ, દિલ્હી મેટ્રો એરપોર્ટ એકસપ્રેસ અને મુંબઇ મેટ્રો લાઇન વન પ્રોજેકટ્સ અપાયા

કઇ એજન્સી પાસે ડેટા મંગાવાયો?

રોડ ટ્રાસ્પોર્ટ અને હાઇવેઝ

ટેલિકોમ જેવા મહત્ત્વના મંત્રાલયો

નેશનલ હાઇવેઝ ઓથોરીટી ઓફ ઇન્ડિયા

મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન

(11:31 am IST)
  • જૂનાગઢ-બાટવા નજીકથી 520 પેટી વિદેશી દારુ ઝડપાયો:રુપીયા 20 લાખનો વિદેશી દારુ અને 9 લાખના ટ્રક સાથે 2 શખ્શની ધરપકડ access_time 5:41 pm IST

  • બિલ્ડરોને મોટી રાહત :બાંધકામ પ્લાન ઓફલાઈન પાસ કરવાનું ચાલુ રાખવા નિર્ણય :ODPS અને સૌથી મહત્વનો નિર્ણંય :તહેવારોને લઈને કરાઈ જાહેરાત :મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતુ રાજકોટ બિલ્ડર એસો,અને ક્રેડાઈઃ ગુજરાત access_time 12:05 am IST

  • ફેસબુકે જાહેર કર્યું છે કે ૨.૯૦ લાખ યુઝર્સના ડેટા ચોરાઈ ગયા છે: નવભારત ટાઈમ્સના હેવાલથી મોટો ખળભળાટ.. access_time 1:02 am IST