Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

માલદીવમાં નવેમ્બરથી અંડર વોટર વિલાનો પ્રારંભઃ પ્રવાસીઓને મળશે આકર્ષક ફરવાલાયક સ્થળ

વેકેશન પર જવા માટે માલદીવ આજકાલ લોકોને ફેવરિટ જગ્યાઓમાંથી એક છે. માલદીવ લક્ઝુરિયસ હોટલ્સ અને મોંઘા રિસોર્ટ્સ માટે પણ જાણીતું છે. જો તમને પણ લગ્ઝરી રિસોર્ટ્સ પસંદ હોય તો માલદીવ તમને થોડા દિવસોમાં એક શાનદાર ગિફ્ટ આપવાનું છે. માલદીવમાં દુનિયાની પ્રથમ અંડરવૉટર વિલા શરૂ થવા જઈ રહી છે. આવતા મહિનાથી એટલે કે નવેમ્બરથી માલદીવમાં અંડરવૉટર વિલા શરૂ થઈ જશે.

બે માળની વિલા

હૉટલ શરૂ થવાની ખબરથી ટુરિઝમ ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને, જે લોકોને પાણી અને અંડરવૉટર એડવેન્ચર્સ પસંદ હોય તેના માટે એકદમ એક્સાઈટિંગ છે. વિલા બે માળની છે. વિલાનો એક માળ પાણીની ઉપર છે અને બીજો પાણીની અંદર. પાણીની અંદર એક મોટો બેડરૂમ, વોશરૂમ અને લિવિંગ રૂમ છે.

37.13 લાખ રૂપિયા એક રાતનું ભાડું

વિલાનો ઉપરનો માળ પણ એકદમ લગ્ઝુરિયસ હશે. અહીં કિચન, બાર, જિમ સિવાય અન્ય ઘણી સુવિધાઓ હશે. અહીં માલદીવનો સુંદર સનસેટ જોવા માટે ડેક પણ છે. તમારી મદદ માટે અહીં 24 કલાક સ્ટાફ હાજર રહેશે. અહીં એક રાત રોકાવાનું ભાડું 50 હજાર ડોલર એટલે કે લગભગ 37.13 લાખ રૂપિયા છે.

(12:00 am IST)
  • ફેસબુકે જાહેર કર્યું છે કે ૨.૯૦ લાખ યુઝર્સના ડેટા ચોરાઈ ગયા છે: નવભારત ટાઈમ્સના હેવાલથી મોટો ખળભળાટ.. access_time 1:02 am IST

  • છેડતીના બનાવો રોકવા વડોદરામાં અનુપમસિંહ ગેહલોતનો નવતર પ્રયોગ : વડોદરા પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોતનું જાહેરનામુ મહિલા હોસ્ટેલ, શાળા-કોલેજ બહાર ઉભા રહેવા પર પ્રતિબંધઃ ૫૦ મીટરના વિસ્તારમાં ઉભા રહેવા પર પ્રતિબંધઃ કારણ વિના કોઇ પુરૂષ નહિ ઉભા રહી શકેઃ મહિલા છેડતીને રોકવા માટે બહાર પાડયુ જાહેરનામુ access_time 4:30 pm IST

  • રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા ડોકટર પર દુષ્કર્મ મામલો: સેસન્સ કોર્ટે આરોપી ડોકટરની જામીન અરજી ફગાવી:ડો.સચિનસિંગની જામીન અરજી ફગાવી દેવાઈ access_time 5:41 pm IST