Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

આજીવન કેદના દોષિતોની સમય પહેલા મુક્તિ માટેની નીતિ રાજયએ હેતુપૂર્ણ અને પારદર્શક રીતે લાગુ કરવી જોઈએ : ઘણા ગુનેગારો કાયદાકીય સહાયના અભાવે માફી માટે અરજી કરી શકતા નથી તેમનો પણ વિચાર કરવો જોઈએ :ઉત્તર પ્રદેશના 512 દોષિતોને લગતા કેસ અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો


ઉત્તર પ્રદેશ : ઉત્તર પ્રદેશના 512 દોષિતોને મુદત પહેલા મુક્ત કરવાને લગતા કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા જણાવ્યું હતું કે આજીવન કેદના દોષિતોની સમય પહેલા મુક્તિ માટેની નીતિ રાજયએ હેતુપૂર્ણ અને પારદર્શક રીતે લાગુ કરવી જોઈએ.

નામદાર કોર્ટે ઉમેર્યું હતું કે ઘણા ગુનેગારો કાયદાકીય સહાયના અભાવે માફી માટે અરજી કરી શકતા નથી તેમનો પણ વિચાર કરવો જોઈએ

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને હિમા કોહલીની ખંડપીઠે ઉત્તર પ્રદેશમાં કેદીઓ દ્વારા સજાની માફીની માંગ કરતી રિટ પિટિશનની બેચનો નિર્ણય કરતી વખતે આ મહત્વપૂર્ણ અવલોકનો કર્યા હતા. આ 512 દોષિતોને લગતા કેસ છે.

રાજ્યની માફીની નીતિમાં એવી શરતને પડકારતી રિટ પિટિશન દાખલ કરવામાં આવી હતી કે આજીવન કેદના દોષિતો જ્યાં સુધી 60 વર્ષની ઉંમરના ન થાય ત્યાં સુધી તેમને માફી માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં. જોકે, બાદમાં રાજ્ય દ્વારા આ શરત હટાવી દેવામાં આવી હતી.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(8:13 pm IST)