Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

ફાઈનલમાં ભારતીય ફેન્સને ધકકા મારી બહાર કાઢવામાં આવ્યા

સ્ટેડીયમમાં અધિકારીઓએ કહ્યું 'ગો ઈન્ડિયા અને ગો બેક', પ્રશંસકોને ધકકા મારી રહ્યાનો વિડીયો વાયરલએશિયા કપમાં ફરી વિવાદ

દુબઈઃ ટીમ ઇન્ડિયાના ભારતીય ફેન્સ સમગ્ર વિશ્વમાં ક્રિકેટ મેચનો આનંદ માણવા જાય છે. ગઈકાલે એશિયા કપની ફાઈનલ. મેચમાં ભારતીય પ્રશંસકોને ધકકા મારી બહાર કરી દેવામાં આવ્યા હતા. ભારતીય ચાહકોનો દાવો છે કે તેમને સ્ટેડિયમની બહાર કરી દેવામાં આવ્યા હતા કારણ કે તેમણે ટીમ ઈન્ડિયાની જર્સી પહેરી હતી. આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ભારત સેનાએ વીડિયોને ટેગ કરતી વખતે ત્ઘ્ઘ્ અને એશિયા ક્રિકેટ કાઉન્સિલને પૂછ્યું, અમે તમને તપાસ કરવા વિનંતી કરીએ છીએ, કારણ કે અમારા સભ્યો જે ભારતમાંથી આવ્યા છે. તેઓને સ્થાનિક અધિકારીઓ અને પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેઓ સ્ટેડિયમમાં પ્રવેશી શકશે નહીં. આ એકદમ ચોંકાવનારો નિર્ણય છે. ચાહકો પણ આના પર ગુસ્સો કાઢી રહ્યા છે અને મામલાની તપાસ કરવાનું કહી રહ્યા છે.

વીડિયોમાં લોકો કહી રહ્યા છે કે સ્ટેડિયમમાં અધિકારીઓ તેમની સાથે ગો ઈન્ડિયા અને ગો બેક જેવી વાતો કરી રહ્યા હતા અને તેમને ધક્કો પણ મારી રહ્યા હતા. આ ખોટી વાત છે. પરંતુ અમને આ માટે કોઈ નકકર કારણ જણાવવામાં આવ્યું ન હતું. ઉલ્લેખનિય અગાઉ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં ચાહકો વચ્ચે ઝઘડો થયો હતો. બાદમાં આ કેસમાં ધરપકડ પણ કરવામાં આવી હતી.

યુએઈમાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે અને તેઓ પણ મેચ દરમિયાન સમર્થન આપવા સ્ટેડિયમમાં આવે છે.

(3:47 pm IST)