Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

કોંગ્રેસે સંઘના સળગતા ડ્રેસની તસવીર શેર કરતા હોબાળો

કોંગ્રેસે ટ્‍વીટમાં લખ્‍યું, ‘દેશને નફરતના વાતાવરણમાંથી મુક્‍ત કરવા અને RSS-BJP દ્વારા થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે અમે એક સમયે એક પગલું ભરી રહ્યા છીએ' : આગ લગાડવી તેમની આદત છેઃ ભાજપના વળતો પ્રહાર

નવી દિલ્‍હી, તા.૧૨: કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા'નો આજે છઠ્ઠો દિવસ છે. આ દરમિયાન કોંગ્રેસ દ્વારા આરએસએસના ડ્રેસને લઈને આવી ટ્‍વીટ કરવામાં આવી હતી, જેના કારણે તમામ ભાજપના નેતાઓ ગુસ્‍સે થઈ ગયા હતા. ભાજપે પણ શીખ રમખાણોથી લઈને મુંબઈ રમખાણોનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્‍યું હતું. ભાજપે કહ્યું કે કોંગ્રેસને આગ લગાડવાની જૂની આદત છે.
ખરેખર, આજે કોંગ્રેસે એક ફોટો ટ્‍વીટ કર્યો છે. આ ફોટોમાં આરએસએસના ડ્રેસમાં આગ લાગી છે. તેમાં ધુમાડો પણ નીકળતો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે ટ્‍વીટમાં આગળ લખ્‍યું, દેશને નફરતના વાતાવરણમાંથી મુક્‍ત કરવા અને RSS-BJP દ્વારા થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે અમે એક સમયે એક પગલું ભરી રહ્યા છીએ. અમે અમારા લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ.
કેન્‍દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે કોંગ્રેસનો પરિવારનો વ્‍યવસાય છે કાં તો અમે દેશને તોડી નાખીશું અથવા તો દેશને બાળી નાખીશું. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા યોગી સરકારના મંત્રી જિતિન પ્રસાદે કહ્યું કે રાજકીય મતભેદો સ્‍વાભાવિક અને સમજી શકાય તેવા છે. પરંતુ રાજકીય વિરોધીઓને બાળવા માટે કેવા પ્રકારની માનસિકતાની જરૂર છે? નકારાત્‍મકતા અને નફરતની આ રાજનીતિને બધાએ વખોડવી જોઈએ.

 

(3:22 pm IST)