Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

ઈશાન ઈન્‍ટરનેશનલનો એનએસઈ ઈમર્જ પ્‍લેટફોર્મ પર રૂ.૧૮.૨૪ કરોડનો પબ્‍લિક ઈશ્‍યૂ સબ્‍સ્‍ક્રીપ્‍શન માટે ૧૪ સપ્‍ટેમ્‍બરે બંધ થશે

મુંબઇ, તા.૧૨: કંપની ઈશાન ઈન્‍ટરનેશનલ લિમિટેડ તેનો રૂ. ૧૮.૨૪ કરોડનો પબ્‍લિક ઈશ્‍યૂ સબસ્‍ક્રીપ્‍શન માટે ખૂલ્લો મૂકી રહી છે. કંપનીને નેશનલ સ્‍ટોક એક્‍સચેન્‍જના એસએમઈ ઇમર્જ પ્‍લેટફોર્મ પર તેનો પબ્‍લિક ઈશ્‍યૂ લોન્‍ચ કરવાની મંજૂરી મળી ગઈ છે. પબ્‍લિક ઈશ્‍યૂ થકી એકત્રિત થનારા ફંડનો ઉપયોગ સૂચિત સંયુક્‍ત સાહસ અને/અથવા હસ્‍તાંતરણ, કાર્યશીલ મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા, સામાન્‍ય કોર્પોરેટ ખર્ચ વગેરે સહિત કંપનીના વિસ્‍તરણ યોજનાઓ માટે થશે. ફર્સ્‍ટ ઓવરસીઝ કેપિટલ લિમિટેડ આ ઈશ્‍યૂના લીડ મેનેજર છે. પબ્‍લિક ઈશ્‍યૂ ૧૪ સપ્‍ટેમ્‍બરે બંધ થશે.

આઈપીઓમાં શેરદીઠ રૂ. ૮૦ (ઈક્‍વિટી શેર દીઠ રૂ. ૭૦ના -મિયમ સહિત)ના ભાવે રૂ. ૧૦ની ફેસ વેલ્‍યુવાળા ૨૨.૮ લાખ ઈક્‍વિટી શેર નવેસરથી ઈશ્‍યૂ કરવામાં આવશે જેનું મૂલ્‍ય રૂ. ૧૮.૨૪ કરોડ થાય છે. અરજી માટે લઘુતમ લોટ સાઈઝ ૧,૬૦૦ શેર્સની છે જેનું મૂલ્‍ય અરજી દીઠ રૂ.૧.૨૮ લાખ છે. આઈપીઓ માટે રિટેલ ફાળવણી ૧૦.૮૦ લાખ શેર્સની છે જેનું મૂલ્‍ય રૂ. ૮.૬૪ કરોડ છે.

કંપનીએ નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે રૂ. ૨૧.૭૪ કરોડની કુલ આવકો, રૂ.૨.૬૬ કરોડની એબિટા તથા રૂ.૧.૨૭ કરોડનો ચોખ્‍ખો નફો નોંધાવ્‍યો હતો. આ ઈશ્‍યૂમાં કંપનીની આઈપીઓ પછીની ૩૧.૬૩ ટકા પેઈડ-અપ કેપિટલનો સમાવેશ થાય છે. આઈપીઓ પછી કંપનીની વર્તમાન પેઈડ-અપ ઈક્‍વિટી કેપિટલ રૂ. ૪.૯૩ કરોડથી વધીને રૂ. ૭.૨૧ કરોડ થશે. કંપનીના શેર એનએસઈ ઈમર્જ પ્‍લેટફોર્મ પર લિસ્‍ટ થશે.

(10:11 am IST)