Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

વિપક્ષનો ચહેરો શરદ પવાર નથી: પીએમ પીએમ પદનો ચહેરો નહીં બને :પ્રફુલ પટેલ

વિપક્ષી દળો પર નિશાન સાધતા કહ્યુ કે હવે બધા પોતાનું ગૌરવ ગુમાવી ચુક્યા છે

નવી દિલ્હી :દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં એનસીપીના આઠમાં રાષ્ટ્રીય અધિવેશનનું   આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એનસીપી નેતા પ્રફુલ્લ પટેલે શરદ પવારને લઈને કહ્યુ કે, ન તે પ્રધાનમંત્રી પદના ઉમેદવાર હતા અને ન ક્યારેય હશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે વિપક્ષનો ચહેરો શરદ પવાર નથી. 

હકીકતમાં દિલ્હીમાં ચાલી રહેલી એનસીપીની કાર્યસમિતિની બેઠકમાં શરદ પવારને ફરી પાર્ટીના અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા છે. પ્રફુલ પટેલે કહ્યુ કે, દેશની સ્થિતિને જોતા એનસીપીએ મોટી ભૂમિકા ભજવવાની છે અને તેમાં શરદ પવારની મોટી ભૂમિકા રહેવાની છે. વિશ્વાસ છે કે તે એક એવા વ્યક્તિ છે, જેની મદદથી અમે લોકો સશક્ત ભૂમિકા ભજવી બધાને એક સાથે લાવવાનું કામ કરી શકીએ છીએ.

તેમણે કહ્યું કે કેસીઆર, સ્ટાલિન, મમતા બેનર્જી, સીતારામ યેચુરી, ચૌટાલા અને કોંગ્રેસી નેતા શરદ પવાર પાસે આવે છે. તેની પાછળ પવારનું વિઝન છે. તે બધા પક્ષોને એક સાથે લાવી શકે છે. પટેલની આ વાતનું કેરલના એનસીપી અધ્યક્ષ પીસી ચાકોએ પણ સમર્થન કર્યું. તેમણે વિપક્ષી દળો પર નિશાન સાધતા કહ્યુ કે હવે બધા પોતાનું ગૌરવ ગુમાવી ચુક્યા છે. 

 

(11:45 pm IST)