Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદો: કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથડી છે: ચિરાગ પાસવાન

શિવસેનાના કાર્યકરોની સહનશીલતાનું સ્તર ઘટી ગયું છે.

નવી દિલ્હી : લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ ચિરાગ પાસવાને મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ કરી છે.  ચિરાગે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહ્યા છે.  ચિરાગે કહ્યું કે બીએમસી દ્વારા કંગના રનૌતની ઓફિસને તોડી પાડવી તે બદલો લેવા થયેલી કાર્યવાહી છે.

 

તેમને મહારાષ્ટ્રમાં રહેતા બિહારીઓની ચિંતા છે.  લોકોને તેમની સલામતીની ચિંતા છે.  મહારાષ્ટ્રની રચનામાં કંગના સહિતના દરેકનો હાથ છે.  જો લોકો આ રીતે નિશાન સાધતા રહેશે તો મને લાગે છે કે ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી અને હું તેને ત્યાં અમલી બનાવવાની માંગ કરું છું કારણ કે લોકો સરકારથી ડરી ગયા છે.
તેમણે કહ્યું, બાળાસાહેબ હિંસામાં સામેલ થયા વિના તેમના કાર્ટૂન દ્વારા વ્યંગ્ય કરતા હતા.  પરંતુ જે રીતે મહારાષ્ટ્રમાં ઉત્તર ભારતીયોને નિશાન બનાવી રહ્યા છે, કંગનાને જ્યારે કેટલાક પ્રશ્નો પૂછ્યા ત્યારે તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા, પોસ્ટ શેર કરવા બદલ નેવી અધિકારીને જે રીતે માર મારવામાં આવ્યો હતો, તે જોતાં સ્પષ્ટ છે કે શિવસેનાના કાર્યકરોની સહનશીલતાનું સ્તર ઘટી ગયું છે.

(10:27 pm IST)