Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

યુએનમાં પછડાટથી પાકિસ્તાન ફફડ્યું: કુરેશીએ કહ્યું ભારત સાથે દ્વિપક્ષીય બેઠક સંભવ નથી : ત્રીજા પક્ષની જરૂર પડશે

યુએને પાકિસ્તાનની કાશ્મીર મુદ્દે મધ્યસ્થીની માગ ફગાવી છે.

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવતા પાકિસ્તાનને પેટમાં ચુક ઉપડી છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીએ જણાવ્યુ હતુ કે, ભારત સાથે દ્વિપક્ષીય બેઠક સંભવ નથી. ભારત સાથે બેઠક કરવા માટે ત્રીજા પક્ષની જરૂર પડશે. જોકે, ભારત હમેશા જમ્મુ કાશ્મીરને આંતરિક મુદ્દો માને છે. ત્યારે પાકિસ્તાન ફરીવાર ત્રીજા પક્ષની દરમ્યાનગીરી કરવાની માગ કરી રહ્યુ છે.

   કુરેશીએ આ પ્રકારનું નિવેદન એવા સમયે આપ્યુ જ્યારે જમ્મુ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને ફરીવાર યુએનએ મોટો ઝાટકો આપ્યો છે. યુએને પાકિસ્તાનની કાશ્મીર મુદ્દે મધ્યસ્થીની માગ ફગાવી છે. યુએનમાં પાકિસ્તાનના પ્રતિનિધિ મલીહા લોધીએ એટોનિયો ગુટેરેસ સમક્ષ જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. જે બાદ એટોનિયો ગુટેરેસના પ્રવક્તા સ્ટેફિન દુજારેકે જણાવ્યુ હતુ કે, ભારત અને પાકિસ્તાને કોઈપણ પ્રકારના આક્રમક વલણથી બચવુ જોઈએ. અને બન્ને દેશને સાથે મળીને જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉકેલવો જોઈએ.

(12:08 pm IST)