Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

વિશ્વને યુધ્ધના રવાડે ચડાવી દે તેવા સનકી અધીકારીને ટ્રમ્પે પાણીચૂ આપ્યુ

ઇરાન સાથે તઘલખી સંબંધ, ચીનની સાથે ટ્રેડ વોર સહિત દુનિયામાં કેટલીય મોટી સમસ્યાઓમાં ગૂંચવાયેલા અમેરિકામાં મંગળવારના રોજ મોટી રાજકીય ઉથપલપથલ જોવા મળી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) જોન બોલ્ટનને સસ્પેન્ડ કરી દીધા અને ટૂંક સમયમાં જ નવા NSA ના નામની જાહેરાતની વાત કહી. ટ્રમ્પે બે ટ્વીટ કરી બોલ્ટનના સસ્પેન્ડની જાહેરાત કરી અને સ્પષ્ટ કરી દીધું કે તેમની અને જોન બોલ્ટનની નીતિઓનો મેળ બેસતો નહોતો.

જોન બોલ્ટનની ગણતરી અમેરિકાના એ નોકરશાહોમાં થાય છે જે પોતાની નીતિને લાગૂ કરવા માટે કોઇપણ હદ સુધી જઇ શકે છે. પછી તે વાત યુદ્ઘની હોય કે ના હોય. ઇરાન, નોર્થ કોરિયા, અફઘાનિસ્તાનમાં અમેરિકાનું સખ્ત વલણ તેમની જ દેન છે અને તેના લીધે જ તેમના અને ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે વિવાદ થયો અને અંતમાં તેમણે પદ છોડવું પડ્યું.

જોન બોલ્ટન ૧૫ વર્ષની ઉંમરથી જ રિપબ્લિકન પર્ટીના સમર્થક રહ્યા છે અને રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બૈરી ગોલ્ડવાટર (૧૯૬૪) માટે બોલ્ટને સ્કૂલમાં પ્રચાર કર્યો હતો. ત્યારબાદથી જ તેઓ સતત આ પાર્ટી માટે કામ કરતા રહ્યા અને છેલ્લાં ૨-૩ દાયકાથી નીતિગત નિર્ણયોનો હિસ્સો રહ્યા. તેમની નીતિ હંમેશા આક્રમક રહી, તે કોઇપણ દેશ સાથે યુદ્ઘ કરવા માટે તૈયાર, કેટલાંય દેશોમાં સત્ત્।ા પરિવર્તનના પક્ષઘર રહ્યા છે.

 ૧૯૯૮મા જોન બોલ્ટન અમેરિકાની એજન્સી ન્યૂ અમેરિકન સેંચુરીના પ્રોજેકટ ડાયરેકટર રહ્યા છે, જેમણે ઇરાનની સાથે યુદ્ઘનું સમર્થન કર્યું હતું.

  નોર્થ કોરિયાની સાથે પાછલા દિવસોમાં ડોનાલ્ડ ટ્રમ્પે દોસ્તીના પગલાં ભર્યા હતા, પરંતુ જોન બોલ્ટનની નીતિ અલગ છે. બોલ્ટનનું માનવું રહ્યું છે કે અમેરિકાએ મોડું કર્યા વગર નોર્થ કોરિયા પર સ્ટ્રાઇક કરવી જોઇએ, નહીં તો ખતરો ઉભો થઇ શકે છે.

  પાછલા દિવસોમાં જયારે ટ્રમ્પ-કિમ જોંગ ઉનની મુલાકાત રદ્દ થઇ તો તેની પાછળ જોન બોલ્ટનની નીતિ જ હતી. કારણકે જોન બોલ્ટને નોર્થ કોરિયાની સામે કેટલીય કઠિન શરતો મૂકી દીધી હતી.

- ઇરાન અને અમેરિકાની વચ્ચે અત્યારે પરમાણુ ડીલને લઇ વિવાદ ચાલી રહ્યો છે. જોન બોલ્ટનની ઇરાનને લઇ એક જ નીતિ છે જો તેઓ ના માને તો બોમ્બ વરસાવી દેવા જોઇએ. બોલ્ટનની આ નીતિના લીધે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના વિદેશ મંત્રી રેકસ ટિલરસનને હટાવી દીધા હતા.

- જયારે બરાક ઓબામાએ ૨૦૧૫મા ઇરાનની સાથે પરમાણુ ડીલ પર વાત કરવાની શરૂઆત કરી તો જોન વોલ્ટનને તેનો ખૂબ વિરોધ કર્યો હતો અને ન્યૂયોર્ક ટાઇમ્સમાં એક લેખમાં લખ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે એકશન શરૂ કરાય.

- 'સંયુકત રાષ્ટ્રની કોઇ જરૂર નથી' , આ માનવું હતું જોન બોલ્ટનનું. જયારે જોન બોલ્ટનને જયોર્જ બુશે સંયુકત રાષ્ટ્રમાં એમ્બેસેડર બનાવી મોકલ્યા તો તેમણે એક ભાષણમાં કહ્યું હતું કે દુનિયાને UN ની જરૂર જ નથી, દુનિયાને સમય આવવા પર તાકતવર દેશ દિશા દેખાડી શકે છે અને અમેરિકા સૌથી તાકતવર છે.

આ સિવાય પણ કેટલાંય એવા મુદ્દા છે જયારે જોન બોલ્ટનની નીતિ ખૂબ જ અલગ રહી છે. ભલે દુનિયા ડોનાલ્ડ ટ્રમ્પને આક્રમક માનતી હોય, પરંતુ જોન બોલ્ટન કયાંય આગળ છે. તેમનું બસ ચાલે તો તેઓ ઇરાન, સીરિયા, વેનેઝુએલા, યમન, કયૂબા, અને નોર્થ કોરિયામાં સત્ત્।ા પરિવર્તન કરાવી દે અને જો આમ ના થયું તો તેના માટે યુદ્ઘ પણ કરી શકે છે.

(3:32 pm IST)
  • ભારતીય સેનામાં પહેલીવાર સિપાહીના પદ માટે મહિલાઓની ભરતી :મોટી સંખ્યામાં યુવતીઓ ઉમટી પડી : ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં 4458 ઉમેદવારોએ પરીક્ષા આપી : સીમા સુરક્ષા દળ માફક ભારતીય સેનાએ મહિલાઓ માટે ભરતી કરવા નિર્ણંય : ભારે પ્રતિસાદ મળ્યો access_time 12:59 am IST

  • ૬ એકે ૪૭ સાથે ૩ આતંકી ઝડપાયાઃ જમ્મુ-કાશ્મીરમાં હથિયારો સાથે ૩ આતંકીની ધરપકડઃ આતંકીઓ પાસે ૬ એકે૪૭ રાઇફલ ઝડપાઇઃ ત્રણેય આતંકીઓ ટ્રકમાં જઇ રહયા હતાઃ લખનપુર પાસેથી ૩ આતંકીઓની ધરપકડ કરાઇઃ પંજાબથી કાશ્મીર જઇ રહયા હતા access_time 12:59 pm IST

  • દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં VIP માટેની અલગ સુવિધા રદ : તમામ નાગરિકને સમાન આરોગ્ય સેવા મેળવવાનો અધિકાર : મુખ્ય મંત્રી કેજરીવાલની ટ્વીટર ઉપર ઘોષણાં access_time 8:12 pm IST