Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

અમેરિકાના કનેક્ટિકટમાં 14 સપ્ટેમ્બર શનિવારે રાસ ગરબાની રમઝટ બોલશે : વલ્લ્ભધામ ટેમ્પલના ઉપક્રમે ઉજ્વાનારા સૌથી મોટા નવરાત્રી મહોત્સવમાં સુપ્રસિધ્ધ ગરબા સિંગર અચલ મહેતા ખેલૈયાઓને ગરબે ઘુમાવશે : વિવિધતામાં એકતા સાથે ભારતીય સંસ્કૃતિના નિદર્શનનો લહાવો

દિપ્તીબેન જાની દ્વારા , ન્યુજર્સી : આગામી 14 સપ્ટેમ્બરના રોજ કનેક્ટીકટમાં યુ.એસ..ના સૌથી મોટા ગરબાનું આયોજન વલ્લભધામ ટેમ્પલ દ્વારા કરવામાં આવ્યું છે.ગત વર્ષના આયોજનને ભવ્ય સફળતા મળતા વર્ષે ખુબ ઉત્સાહ અને ઉમંગથી વિશેષ આયોજન કરાયું છે.

કનેક્ટીકટ,ન્યુજર્સી,ન્યુયોર્ક,મેસેચ્યુએટ્સ,રોડ આઇલેન્ડ સહિતના આજુબાજુના રાજ્યોમાંથી પુષ્કળ પ્રમાણમાં ભારતીય લોકો ભાગ લેવા ઉત્સુક છે.

કનેક્ટીકટ રાજ્યના ગવર્નર શ્રી નેડ લેમેન્ડ ,સ્ટેટ સેનેટ મેમ્બર શ્રી મેટ લેસર ,સ્ટેટ રીપ્રેઝન્ટેટિવ શ્રી કેરી વુડ ,ન્યુ બ્રિટનના મેયર શ્રી એરિન સ્ટુવર્ડ સહિત રાજ્યના સત્તાધીશો પણ ગરબા મહોત્સવને સફળ બનાવવા અપીલ અને આયોજનમાં પુષ્કળ સહકાર આપે છે.

ગરબા મહોત્સવ માટે વલ્લ્ભધામ ટેમ્પલ દ્વારા માતાજી શ્રી અંબે માં ની 12 ફુટની ભવ્ય મૂર્તિ ખાસ બનાવાયેલ  છે.જે અમેરિકા ખાતે સૌથી મોટી મૂર્તિ છે.કનેક્ટીકટ રાજ્યના ન્યુ બ્રિટન શહેરના ફુટબોલ સ્ટેડિયમમાં યોજાનારા ગરબા મહોત્સવમાં 25 બુથો કે જેમાં ભારતની સંસ્કૃતિને લગતાં ,જવેલરી ,કલા ,આર્ટસ ,વગેરે ખાસ આકર્ષણ ઉભું કરશે ઉપરાંત જુદી જુદી વાનગીઓ અને ભોજન માટે ખાસ બુથો ઉભા કરાયા છે.

નાના બાળકો માટે ખાસ જુદો વિભાગ ઉભો કરાયો છે.જેમાં સ્લાઈડ ,સ્વિન્ગ ,ફેસ પેન્ટિંગ ,વિગેરે બાળકોની રુચિને અનુકૂળ વ્યવસ્થા કરાઈ છે.

ગરબા મહોત્સવ ખરેખરમાં નવરાત્રી કાર્નિવલ ( મેળા ) બની રહેશે

તારીખ 14 સપ્ટેમ્બર ,શનિવારે સાંજે બરાબર 6-30 કલાકે ચાલુ થશે.

એડ્રેસ : 230 જોહન કાર્બોનિક વે ,ન્યુ બ્રિટન ,કનેક્ટીકટ રાખવામાં આવ્યું છે.

રાત્રીના 9 કલાકે ભવ્ય રીતે ફાયર વર્કનું અદભુત આયોજન કરાયું છે.ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

સમગ્ર આયોજનમાં શહેરના મેયર ,રાજ્યના સત્તાધીશો ,તરફથી ખુબ સહકાર મળી રહ્યો છે.પોલીસ બંદોબસ્ત અને ભાગ લેનારને કોઈપણ મુશ્કેલી પડે તેનું બારીકાઈથી આયોજન કરાયું છે.

ભાગ લેવા ઇચ્છતા અને એડવાન્સ ટિકિટ બુક માટે ઓનલાઇન SULEKHA.COM/ACHALGARBA CT.2019  અથવા વલ્લ્ભધામ ( હવેલી ) ફોન .860-417-0007 ,શ્રી રાજીવ દેસાઈ 860-796-2162 ,શ્રી રાહુલ દેસાઈ 860-919-2560 અથવા શ્રી સંજય શાહનો કોન્ટેક .860-729-8921 નો સંપર્ક કરી શકાય છે.તેવું શ્રી ભાસ્કર સુરેજાની યાદી જણાવે છે.

(8:41 pm IST)
  • હિન્દુસ્તાન પેટ્રોલીયમના પ્લાન્ટમાં મોટી દુર્ઘટનાઃ ટેન્ક આખી ફાટીઃ યુપીના ઉન્નવ પાસે કેટલાક ગામડાઓ ખાલી કરાવાયા access_time 12:26 pm IST

  • ૬ એકે ૪૭ સાથે ૩ આતંકી ઝડપાયાઃ જમ્મુ-કાશ્મીરમાં હથિયારો સાથે ૩ આતંકીની ધરપકડઃ આતંકીઓ પાસે ૬ એકે૪૭ રાઇફલ ઝડપાઇઃ ત્રણેય આતંકીઓ ટ્રકમાં જઇ રહયા હતાઃ લખનપુર પાસેથી ૩ આતંકીઓની ધરપકડ કરાઇઃ પંજાબથી કાશ્મીર જઇ રહયા હતા access_time 12:59 pm IST

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટ સોગાદોથી ડ્રોઈંગ રૂમને સજાવવાની તક : 14 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2019 દરમિયાન 2772 વસ્તુઓની ઓનલાઇન નીલામી : છેલ્લા 6 માસ દરમિયાન મળેલી ચાંદીની તલવાર ,મૂતિઓ , થ્રી ડી ઇમેજ ,સહીત દુર્લભ વસ્તુઓ વધુમાં વધુ કિંમત ચૂકવનારને અપાશે access_time 8:08 pm IST