Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

‘ઓફિસ ઓફ પબ્‍લીક ઇન્‍ટેગ્રીટી એન્‍ડ એકાઉન્‍ટેબિલીટી': યુ.એસ.ના ન્‍યુજર્સીમાં ભ્રષ્‍ટાચાર તથા ગેરવર્તણુંક નાબુદ કરવા એટર્ની જનરલ ઇન્‍ડિયન અમેરિકન શ્રી ગુરબિર ગ્રેવાલના હસ્‍તે ખુલ્લી મુકાયેલી ઓફિસઃ રાજ્‍યમાં કાયદાના પાલન દ્વારા સરકાર ઉપર પ્રજાનો વિશ્વાસ વધારવાનો હેતુ

ન્‍યુજર્સીઃ યુ.એસ.માં ન્‍યુજર્સી સ્‍ટેટ એટર્ની જનરલ ઇન્‍ડિયન અમેરિકન શ્રી ગુરબીર ગ્રેવાલએ રાજ્‍યમાંથી ભ્રષ્‍ટાચાર નાબુદ કરવા તથા જાહેર સંસ્‍થાઓમાં આચરાતી ગેરવર્તણુંકને ડામવા માટે સમગ્ર રાજ્‍યના પ્રવાસના આધારે ‘ઓફિસ ઓફ પબ્‍લીક ઇન્‍ટેગ્રીટી એન્‍ડ એકાઉન્‍ટેબિલીટી' ઓફિસની રચના કરી છે. જેના થકી કાયદાનું ચુસ્‍તપણે પાલન કરાવવાનો પ્રયત્‍ન કરાશે.

આ ઓફિસ પબ્‍લીકનો સરકાર ઉપરનો વિશ્વાસ વધારવા માટે ખોલવામાં આવી છે. જેનું સંચાલન અનુભવી પ્રોસિક્‍યુટર થોમસ એઇનરના નેતૃત્‍વ હેઠળ કરાશે. જેઓ શ્રી ગ્રેવાલને સમાજમાં આચરાતા અપરાધોની માહિતી પહોંચાડશે તથા નાગરિકોના હક્કોનું ઉલ્લંઘન કરી હિંસા ફેલાવતા તત્ત્વોને ઝબ્‍બે કરાવશે.

(10:13 pm IST)
  • અમદાવાદમાં ગણેશજી મૂર્તિ વિસર્જન માટે ૧૮ કૃત્રિમ કુંડ બનાવાયા : આવું આપણે ત્યાં ન થાય ? : સ્પર્ધામાં પ્રથમ આવનારને ૫૧ હજારનું ઇનામ મળશે : આ વર્ષે તમામ કુંડોની ઊંડાઇ વધુ રાખવામાં આવી છે : કોર્પોરેશન દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશોત્સવ સ્પર્ધા યોજાશે access_time 3:34 pm IST

  • ખેડુતોને પડતાં પર પાટું :DAP ખાતરમા ધરખમ ભાવવધારો:બનાસકાંઠામાં DAP ખાતરમા ધરખમ ભાવવધારો થતા ખેડૂતોમાં રોષ:1055 નાં ભાવ વધીને 1400 થયા :ચૂંટણી સમયે ભાવ ઘટાડા બાદ અચાનક જ વધારો ઝીંકાયો:એક બાજુ આવક ઘટી, બીજી બાજુ ભાવ વધ્યા:ખેડૂતોને બેવડો માર access_time 10:27 pm IST

  • સુરત :સ્વાઈન ફ્લુમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો:કુલ પોઝિટિવ કેસનો આંકડો 11 થયો :45 વર્ષીય પુરુષનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ :હાલમાં 7 લોકો સારવાર હેઠળ access_time 11:57 pm IST