Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

મેહુલ ચોકસી પર નવો ખુલાસો : ૩.૨૫૦ કરોડ રૂપિયા બીજા દેશમાં મોકલ્યા : ઇડી

નવી દિલ્હી તા. ૧૨ : પીએનબી ઘોટાલામાં ભાગેડું જાહેર કરેલા મેહુલ ચોકસીએ પીએનબીની મુંબઇ બ્રાંચ સાથે છેતરપીંડ દ્વાર હાંસલ કરેલા ૩,૨૫૦ કરોડ રૂપિયા દેશથી બહાર મોકલ્યા હતા. તેની દુકાનમાં વહેચવામાં આવતી કિંમતી ધાતુઓને મોટી કિંમતો પર વહેંચવાના કામમાં લાગ્યો હતો. આ ખુલાસા પ્રવર્તન નિદેશાલયની તપાસમાં થયો હતો. વેપારીએ જોકે આ આરોપને નકાર્યો છે.

બે અબજ ડોલર (અંદાજે ૧૩ હજાર કરોડ)ની કથિત બેંક છેતરપીંડની તપાસ કરી રહેલી એજન્સીએ કહ્યું હતું કે, ચોકસીએ રૂપિયાની હેરાફેરી અને પોતાના અંગત ઉપયોગ માટે રૂપિયાને દેશની બહાર મોકલવા માટે 'કેટલીક ડુપ્લીકેટ કંપનીઓ'નો ઉપયોગ કર્યો હતો. આ મામલમાં ચોકસીનો ભત્રીજો નિરવ મોદી પણ આરોપી છે.

પીએનબી કેમાં મને બલીનો બકરો બનાવવામાં આવી રહ્યો છે. ભારત વિજય માલ્યા અને લલિત મોદીને બ્રિટનથી પ્રત્યર્પણના પ્રયત્નમાં લગ્યું છે. બંને ભારતના ભાગેડુ કાયદા હેઠળ ઇચ્છુક છે. પીએનબી કૌભાંડ પર ચોકસીએ કહ્યું કે, મને આ કેસની વધારે માહિતી નથી કેમ કે બેંકરોની કંપનીના ઓફિસર વાતચીત કરતા હતા. ચોકસીએ આ પણ કહ્યું કે પીએનબી કૌભાંડનું થોડુ પણ વળતર આપી નહીં શકે કેમકે તે કંગાળ થઇ ગયો છે. તેની બધી જ સંપત્ત્િ। જપ્ત થઇ ગઇ છે.

એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટએ પોતાના આરોપ પત્રમાં કહ્યું છે કે ચોકસીએ ઋણના૫.૬૧૨ કરોડ અમેરિકન ડોલર નીરવ મોદી અને ૫ કરોડ ડોલર મોદીના પિતા દીપક મોદીને મોકલ્યા હતા. જોકે ચોકસીએ કેટલીક મીડિયા સંગઠનો સાથે વાતચીતમાં ઇડીએ કરેલા આરોપોને 'ખોટા અને આધારવગર'ના ગણાવ્યા હતા. તેણે આરોપ લગાવ્યા હતા કે કેંદ્રીય એજન્સીએ તેમની સંપત્તિઓને 'ગેર-કાનુની' રીતે જપ્ત કરી છે.(૨૧.૨૭)

(3:40 pm IST)