Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

“હું ઉચ્ચ કક્ષાએ કામ કરતાં લોકોથી ખૂબ ડરું છું” : અમિતાભ બચ્ચને સ્પર્ધક સામે હાથ જોડી માથું નમાવ્યું !

સ્પર્ધકની નોકરી વિશે જાણીને અમિતાભ બચ્ચન ડરી ગયા ! : સ્પર્ધક ડેપ્યુટી કલેક્ટર હોવાની ખબર પડતાં જ બિગ બી અચંભિત થઈ ગ્યાં

મુંબઈ તા.11 : અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિ દ્વારા લોકોનું મનોરંજન કરે છે. આ શોમાં ભાગ લઇને જીતનારા લોકો રકમ પણ મેળવી જાય છે. આ શોનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં  ખૂબ  જ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં અમિતાભ બચ્ચન એક સ્પર્ધક સાથે વાત કરતાં કરતાં તેને રોકી તીની સામે હાથ જોડી અને માથું નમાવ્યું હતું.

અમિતાભ ભલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના શહેનશાહ હોય, પરંતુ તેઓ ક્યારેય બીજાની સામે ઝૂકવાને પોતાનું અપમાન માનતા નથી અને આ વાત તેમના લેટેસ્ટ વીડિયો પરથી સ્પષ્ટ થાય છે. દેશના હિતમાં અમિતાભ બચ્ચને માથું નમાવ્યું અને બે લોકો સામે હાથ જોડીને મજાકમાં એમ પણ કહ્યું કે, તેઓ ઉચ્ચ હોદ્દા પર કામ કરતા લોકોથી ખૂબ ડરે છે.

સોની ટીવી પર KBC 14નો નવો પ્રોમો શેર કરવામાં આવ્યો છે. પ્રોમોમાં જોઈ શકાય છે કે, નવી સ્પર્ધક સંપદા સરફ પોતાનો પરિચય આપતાં અમિતાભ બચ્ચનને કહે છે કે, તે ડેપ્યુટી કલેક્ટર છે. આ સાંભળીને બિગ બી તેમને રોકે છે. પછી બચ્ચન કહે છે, 'આ બહુ મોટું પદ છે. અમારે તમને ત્યાંથી હોટ સીટ સુધી હાથ જોડીને લાવવાં જોઈતા હતા. તમે સરકાર છો. અંદર-બહાર કોને કરાવા એ બધું તમારા હાથમાં છે ને? તમારાથી ખૂબ ડરે લાગે છે. હવે અમે તમને જે પણ પ્રશ્નો પૂછીએ છીએ તે અમે ડરથી કરીશું.

આ પછી, જ્યારે અમિતાભ બચ્ચન સંપદાના પતિને પૂછે છે કે તેઓ શું કરે છે? તો તેઓ જણાવે છે કે, મધ્યપ્રદેશમાં ડીએસપી છે. આ સાંભળીને અમિતાભ ચોંકી જાય છે અને તેઓ તેમની અને સંપદાની સામે માથું નમાવીને હાથ જોડવાનું શરૂ કરે છે. આ પછી બિગ બી કહે છે કે, આખો પરિવાર ખૂબ જ ખતરનાક છે. તમારે ડરવું પડશે. અમિતાબ બચ્ચનનો આ ફની વીડિયો ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

 

(10:54 pm IST)