Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

ધોરણ-10 અને ITI પાસ ઉમેદવારો માટે ભારતીય રેલવેમાં નોકરીની તક

દક્ષિણ-પૂર્વ મધ્ય રેલવે દ્વારા એપ્રેન્ટિસના વિવિધ પદ માટે ભરતી :30 ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે

નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ એપ્રેન્ટિસ માટે 422 જગ્યાઓ ભરવા નોકરી કાઢી છે. 10ધોરણ અને ITI પાસ ઉમેદવાર માટે કોરોના વાઇરસના સમયમાં નોકરીની તકો છે.

દક્ષિણ-પૂર્વ મધ્ય રેલવે (SECR)એ એપ્રેન્ટિસના વિવિધ પદ માટે ભરતી કાઢી છે. તેના માટેનું જાહેરનામુ બહાર પડી ગયું છે. 1 ઓગસ્ટથી અરજીઓ મંગાવવાની શરૂઆત પણ થઇ છે.  રેલવેની આ નોકરીઓની સંપૂર્ણ માહિતી મુજબ ભરતી SECRના બિલાસપુર ડિવિઝનમાં કરાશે.

  હોદ્દાની વિગત

 જગ્યા

કો-પાઇલટ 

  90

સ્ટેનોગ્રાફર હિન્દી            

25

સ્ટેનોગ્રાફર અંગ્રેજી          

25

ફિટર                           

80

ઇલેક્ટ્રીશિયન                 

50

વાયરમેન

50

ઇલેક્ટ્રોનિક/મિકેનિક       

06

આરએસી મિકેનિક           

06

વેલ્ડર                               

40

પ્લમ્બર

10

મેસન (કડિયા)                 

10

પેઇન્ટર                             

05

મશીનિસ્ટ                         

05

ટર્નર

10

શીટ મેટલ વર્કર                 

10

કુલ                                 

422

આ ભરતી માટે અરજીની પ્રક્રિયા ઓનલાઇન છે. જેની શરૂઆત 1 ઓગસ્ટથી થઇ ગઇ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ 2020 (રાત્રે 11.59 વાગ્યા સુધી) છે.

જરુરી લાયકાત

રેલવેની આ નોકરી મેળવવા માટે અરજદાર ઉમેદવારે ધો. 10 પાસ કરેલું હોવું જરુરી છે. સાથે સંબંધિત ટ્રેડમાં આઇટીઆઇ સર્ટિફિકેટ પણ હોવું જરુરી છે.
ઇચ્છુક ઉમેદવાર https://apprenticeshipindia.org/ વેબસાઇટ પર જઇ અરજી કરી શકે છે.

(6:41 pm IST)