Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

સરકારે ફાળવેલી જમીન ઉપર રાજા દશરથના નામે હોસ્પિટલ બનાવવા સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડને સલાહ આપતા મુનાવર રાણા : વડાપ્રધાને લખેલો પત્ર

મુસ્લિમો કયારેય ગેરકાયદે કબ્જો લેતા નથી સરકારી જમીન ઉપર કયારેય મુસ્જીદ ન બની શકે, મુસ્લિમો દેશપ્રેમીઓ છે, બાબરી મસ્જીદ જેવી મસ્જીદ મારી જમીન ઉપર બનાવો, સુપ્રિમ કોર્ટ પોતાની શાખ મજબૂત કરવા વકફ સંપત્તિઓ ખુલ્લી કરાવે : મોદીને પત્ર દ્વારા પોતાની ઇચ્છાઓ વ્યકત કરતા ભારતના જાણીતા ઉર્દુ શાયર

નવી દિલ્હી,  જાણીતા ઉર્દુ કવિ મુનાવર રાણાએ અયોધ્યામાં સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડને ધન્નીપુર વિસ્તારમાં આપેલી પાંચ એકર જમીન ઉપર મસ્જીદની જગ્યાએ રાજા દશરથના નામે હોસ્પિટલ બનાવવા માંગ કરી છે અને અંગે વડાપ્રધાનને પણ પત્ર લખ્યો છે.

મોદીને પાઠવેલા પત્રમાં તેઓએ જણાવ્યું છે કે, આમ પણ, સરકારે આપેલ કે બળજબરીથી મેળવેલ જમીન ઉપર મસ્જીદ બની શકતી નથી. લાંબા સમયથી મુસ્લિમો વિરૂદ્ધ કહેવાય છે કે અયોધ્યામાં રામ મંદિર જોડીને મસ્જીદ બનાવાઇ હતી, પરંતુ મુસ્લિમો કયારેય અયોગ્ય કબ્જો કરીને મસ્જીદ બનાવતા નથી એ સત્ય છે.

ભારતના મુસ્લિમો હંમેશા પોતાના દેશ અને દેશવાસીઓનું માન જાળવે છે. આ ભૂમિવાણી કરવા હોસ્પિટલ બનાવી દેવામાં આવે તેમ રાણાએ ઉમેર્યું છે. તેમણે એમ પણ ઉમર્યું છેે  કે જયાં સુધી મસ્જિીદનો સવાલ છે તો તેના માટે પોતે રાયબરૈલીમાં સઇ નદીના કિનારે સાડા પાંચ એકર જમીન આપવા તૈયાર છે. આ જમીન પોતાના પુત્ર તબરેઝના નામે છે અને એ જમીન ઉપર બાબરી મસ્જિીદની એવી શાનદાર ઇમારત બનાવવામાં આવે કે, જે લોકો ત્યાં આવે તે બાબરી મસ્જીદના દર્શન કરી શકે તેમ પણ તેમણે કહ્યું છે.

વડાપ્રધાને રાણાએ એવું પણ લખ્યું છે કે, સુપ્રીમ કોર્ટએ જેમ રામજન્મ ભૂમિના પક્ષામાં આદેશ કર્યો છે એવી જ રીતે પોતાની શાખ મજબૂત કરવા દેશભરની વકફ સંપતિઓ ઉપરનો ગેરકાયદે કબ્જો જલ્દીથી ખાલી કરે જેથી લોકો તેના ભલાઇ માટે તેનો ઉપયોગ કરી શકે.

સાહિત્ય અકાદમી પુરસ્કૃત શાયર મુનવ્વર રાણાએ બાબરી કેસમાં સુન્ની સેન્ટ્રલ મકફ બોર્ડની ભૂમિકા અંગે પણ આશંકા વ્યકત કરી પત્રમાં એક નવા વકફ બોર્ડની રચના કરી તમામ વકફ મિલ્કતોને તેને સંબંધિત કરવા પણ માંગણી કરી છે અને પોતાને આ બારમાં કોઇ અંગત રસથી કે હોદો જોઇતો નથી પોતેનો જમીનદાર જ બની રહેવાનાર છ તેમ જણાવ્યું છે.

(4:05 pm IST)