Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

બધી બાબતમાં દિલ્હી નેતૃત્વનો આધાર લેવાની જરૂર નથી, સ્થાનિક લેવલે પણ મહેનત થવી જોઇએ : રામ માધવ

મોદી હજુ ૧૦-૧૫ વર્ષ વડાપ્રધાન રહેશે, કાર્યકરો ૨૦૨૪ ની ચુંટણીની તૈયારીમાં લાગી જાય

અમરાવતી તા.૧૭ : ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવએ આંધ્ર પ્રદેશના પક્ષના નેતાઓને એવુ કહ્યુ છે કે ફકત પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના સહારે બેઠા રહેવાને બદલે ૨૦૨૪ માં રાજયમાં સત્તા મેળવવા પુરા જોમથી કામે લાગી જાય.

તેમણે કહ્યુ કે મોદીના ખંભે બંધુક રાખીને લડાઇમાં ઉતરવાની કોશીશ ન કરવી. જો તમે તેમ કરશો તો તમે એ એક ટકા (૨૦૧૯ વિધાનસભા ચુંટણીમાં ભાજપે મેળવેલ મત) પર રહેશો. મોદીએ આગલા ૧૦-૧૫ વર્ષ સુધી પ્રધાનમંત્રી રહેશે. આપણે તેમના સુશાસન અને લોગોને અનુકુળ અનેક કાર્યક્રમોનો લાભ મેળવવાનો છે.  માત્ર એટલુ જ પુરતુ નથી, ઉદેશ્ય એક શકિતશાળી તાકાતના રૂપમાં ઉભરી આવવાનો છે.

ભાજપના મહાસચિવે મંગળવારે એક કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા. જેમાં વિધાન પરિષદ સદસ્ય સોમુ વીરરાજુએ ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષના રૂપમાં દાયિત્વ સંભાળેલ. માધવે કહેલ કે આંધ્રપ્રદેશમાં વિપક્ષની સ્થિતિમાં એક ખાલીપો છે. તેમણે કહેલ કે આપણે એ ખાલીપો ભરવાનો છે અને ૨૦૨૪ માં સત્તા પર આવવા જોર દમ લગાવીને કામ કરવાનું છે.

ભાજપ નેતાએ કહેલ કે દરેક ચીજ માટે દિલ્હી નેતૃત્વને કહેવાની જરૂર નથી. જે જરૂર હોય તે દિલ્હી પુરી કરશે જ. પણ પક્ષના સ્થાનિક લેવલે પણ મહેનત થવી જરૂરી છે. લોકો માટે લડવુ પડશે.

(1:48 pm IST)