Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

રશિયન વેકસીનને ૧ અબજ ડોઝનો ઓર્ડર મળ્યોઃ ૨૦ દેશો લેવા તલપાપડ

મોસ્કોઃ રશિયાએ કોરોના માટે 'સ્પુટનીક-ફાઇવ ' નામની પ્રથમ વેકસીન બનાવી લીધાનો દાવો કર્યો છે અને આજે તે રજીસ્ટર થઇ જશે. ત્યારે લગભગ ૨૦ દેશોએ ૧ અબજ ડોઝનો ઓર્ડર પણ આપી દીધાનું જાહેર થયું છે. કોરોના સામે આ પ્રથમ વેકસીન છે.

૪ ઓકટોબર ૧૯૫૭ના રોજ દુનિયાના સહુ પ્રથમ માનવ સર્જીત સેટેલાઇટ ઉપગ્રહનું નામ રશિયાએ સ્પુતનિક રખાયેલ, તેના ઉપરથી કોરોના સામેની વેકસીનનું નામ સ્પુતનિક-ફાઇવ રખાયું છે.

અંતરીક્ષમાં પ્રથમ ઉપગ્રહ છોડવાનું માન રશિયાના ફાળે ગયું છે તેમ કોરોના વેકસીન બનાવવાનું પણ પ્રથમ માન રશીયાએ ઝડપ્યું છે. જો કે પુતિનના આ દાવા અંગે ડબલ્યુએચઓ સહિત અનેક દેશોએ શંકા દર્શાવી છે. રશીયાએ તેમની વેકસીન સામેના હોબાળાને મિડીયા એટેક ગણાવ્યો છે.

આ સમગ્ર રશિયન પ્રોજેકટ માટે ફાયનાન્સ આપનાર રશિયન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ ફન્ડના ચેરમેન કિરીલ દિમિત્રિવે કહ્યું છે કે ૨૦ દેશો તરફથી લગભગ ૧ અબજ ડોઝ માટે માંગણી અમને મળી ચુકી છે. સાથે જ તેમણે કહ્યું કે રશિયા પાંચ અલગ અલગ દેશોમાં દર વર્ષે  ૫૦ કરોડ ડોઝ બનાવવા સજજ છે.

(1:08 pm IST)