Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

સ્કુલ-કોલેજો ખોલવા અંગે

કેન્દ્ર નકકી કરશે ગાઇડલાઇનઃ અંતિમ નિર્ણય રાજયનો રહેશે

નવી દિલ્હી તા. ૧૭ : કોરોનાને કારણે દેશમાં બધા શિક્ષણ સંસ્થાનો હાલ બંધ છે. બાળકોનો અભ્યાસ પ્રભાવિત થઇ રહ્યો છે. શિક્ષણ ખાતાની પ્રાથમીકતા છે કે કોઇ પણ સ્થિતિમાં આ સત્રની બોર્ડની પરીક્ષાઓ સમયસર કરાવાઇ શકે. એટલે સ્કુલોને સપ્ટેમ્બરથી નવેમ્બર વચ્ચે ફરીથી ખોલવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

શિક્ષણસત્ર ચાલુ રાખવા અને સ્કુલો ખોલવાને લઇને ઓકટબરમાં સ્કુલ ખોલવા અંગે અલગ-અલગ સૂચનો મળેલ. અધિકારીઓ મુજબ સ્કુલ જયારે પણ ખુલશે, ત્યારે૧૧ અને૧રમાં ધોરણ શરૂ થશે. સ્કુલ-કોલેજ ફરીથી ખોલવા માટે શીક્ષા મંત્રાલય, સ્વાસ્થ્ય મંત્રાલય અને ગૃહખાતું મળીને ગાઇડલાઇન બનાવશે, પણ અંતિમ નિર્ણય રાજયોએ લેવાનો રહેશે. બે શીફટ વચ્ચે અઢીકલાક અંતર રખાશે. દરમિયાન શાળા સેનેટાઇઝ કરાશે. ઉપરાંત બંને શીફટના કલાસીસ અલગ રહેશે એકજ કલાસનો ફરીથી ઉપયોગ વચ્ચે ૧૬ કલાકનું અંતર રખાશે.

(12:30 pm IST)