Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

જુલાઇમાં પેસેન્જર વ્હીકલનું સ્થાનિક વેચાણ 4 ટકા ઘટ્યું

જૂનમાં પેસેન્જર વ્હીકલનું વેચાણ 49.59% ઘટીને 1,05,617 યુનિટ જ થયું હતું

નવી દિલ્હી: દેશમાં પેસેન્જર વ્હીકલ(PV)નું કુલ વેચાણ જુલાઈમાં 3.86 ટકા ઘટીને 1,82,779 યુનિટ થયું હતું. ગયા વર્ષે જુલાઈમાં 1,90,115 યુનિટનું વેચાણ થયું હતું. જૂનમાં પેસેન્જર વ્હીકલનું વેચાણ 49.59% ઘટીને 1,05,617 યુનિટ જ થયું હતું. આમ, જુલાઈના આંકડાને પગલે ઈન્ડસ્ટ્રીમાં નવા વિશ્વાસનો સંચાર થયો છે.

 સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM)ના આંકડા અનુસાર ટુ વ્હીલર્સનું વેચાણ 15.24% ઘટીને 12,81,354 યુનિટ થયું હતું. ગયા વર્ષે આ ગાળામાં 15,11,711 ટુવ્હીલર્સ વેચાયા હતા. મોટરસાઈકલનું વેચાણ 4.87% ઘટીને 8,88,520 યુનિટ થયું હતું. સ્કૂટરનું વેચાણ 36.51% ઘટીને 3,34,228 યુનિટ થયું હતું. ગયા વર્ષે આ ગાળામાં 5,26,504 સ્કૂટર વેચાયા હતા

(12:04 pm IST)