Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

ફેસબુક પરની પોસ્ટના પગલે બેંગલુરુમાં તોફાન સર્જાયા :ફાયરિંગ: ૩ મોત 5ને ઇજા

60જેટલા પોલીસ જવાનો અને એક પત્રકારને ઇજા : સમગ્ર વિસ્તારમાં કર્ફ્યુ : ધારાસભ્યના ઘર પર પથ્થરમારો-આગચંપી :એકાદ હજાર લોકોના ટોળાનો પોલીસ સ્ટેશને ઘેરાવ : સંખ્યાબંધ વાહનો સળગાવાયાં

બેગલુરુ : ફેસબુક  ઉપર મુકવામાં આવેલ એક પોસ્ટના પગલે બેંગલુરુમાં ભયાનક તોફાનો ફાટી નીકળ્યા હતા. જેમાં ત્રણના મોત થયા છે અને પાંચને ઇજા થઇ છે. પોલીસે ફાયરિંગ કરી ટોળાને કાબુમાં લીધેલ. kaval byrasandra d j halli ખાતે આ તોફાનો સર્જાયેલ. કોંગ્રેસના ધારાસભ્ય અખંડા શ્રીનિવાસમૂર્તિના સબંધીએ સોશિયલ મીડિયા ઉપર મૂકેલી પોસ્ટના પગલે તોફાનો ફાટી નીકળ્યા હતા. 60 પોલીસોને અને એક પત્રકારને ઇજા થઇ છે. આ વિસ્તારમાં પોલીસે કર્ફ્યુ લાદી દીધો છે.

ધારાસભ્યના ઘર ઉપર ભારે પથ્થરમારો થયો હતો અને આગ લગાડી દેવામાં આવેલ. એકાદ હજાર લોકોના ટોળા એકત્ર થઇ ગયેલ. પોલીસ સ્ટેશનને પણ ઘેરી લેવાયેલ અને ભારે પથ્થરમારો કરી સંખ્યાબંધ વાહનો સળગાવી દેવાયેલ. ૫૦થી ૭૦ પોલીસો ફસાઈ ગયેલ જેથી પોલીસે ટીયર ગેસ છોડ્યા પણ પરિસ્થિતિ કાબૂમાં નહીં આવતા ગોળીબાર કર્યો હતો. લઘુમતી સમાજના કોંગી  ધારાસભ્યો અને ધાર્મિક નેતાઓએ શાંતિ જાળવવા અપીલ કરી હતી. મંદિરને હુલ્લડખોરોથી બચાવી લેવા મંદિરની આગળ લઘુમતી કોમના યુવાનોએ માનવ સાંકળ રચી હતી તેવો વિડિયો વાયરલ થયો છે. એક પોલીસ ઓફિસરે કહ્યું હતું કે સદ ભાગ્યે આ બનાવે કોમી સ્વરૂપ લીધું ન હતું. 110 હુલ્લડખોરોની ધરપકડ કરાઈ છે. સ્થિતિ તંગ છે.

(10:35 am IST)