Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

US સ્કૉલર સુદીક્ષા ભાટીના મોતની તપાસ માટે SITની રચના:3 દિવસમાં રિપોર્ટ સોંપશે

છેડતી કે ક્યાં કારણોસર થયો અકસ્માત? SIT કરશે તપાસ:રાષ્ટ્રીય મહિલા આયોગે પણ ડીજીપીને લખ્યો પત્ર

મેરઠ: બુલંદશહરમાં વિદ્યાર્થિની સુદીક્ષા ભાટીનું રોડ અકસ્માતમાં મોત થયા બાદ તંત્ર એક્શનમાં  આ મામલે દિશાના પરિવારજનોનો આરોપ છે કે, છેડતી બાદ આ ઘટના ઘટી હતી. હવે આ મામલે  IG રેન્જ મેરઠે SITની ટીમની રચના કરી છે.

આ અંગે મેરઠ રેન્જના પ્રવિણ કુમારે જણાવ્યુ કે, અમે સુદીક્ષાના પરિવારજનોએ જણાવેલા તથ્યોના આધારે જ તપાસ કરી રહ્યાં છીએ. SIT 3 દિવસમાં તપાસ પૂરી કરી દેશે. મને વિશ્વાસ છે કે, બાળકીનો પરિવાર પણ તપાસથી સંતુષ્ઠ થશે.

અમેરિકામાં અભ્યાસ કરી રહેલી બુલંદશહરની તેજસ્વી વિદ્યાર્થિની સુદીક્ષા ભાટીનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું છે. આ અંગે સુદિક્ષાના કાકા સત્યેન્દ્રનું કહેવું છે કે, જ્યારે સુદિક્ષા દાદરીથી પોતાના સબંધીના ત્યાં સ્કૂટી ઉપર જઈ રહી હતી, ત્યારે બે શખ્સો બાઈક પર તેનો પીછો કરી રહ્યાં હતા. આ લોકો સદીક્ષા પર ભદ્દી ટિપ્પણી કરી રહ્યા હતા. આ સાથે જ 20 વર્ષની વિદ્યાર્થિનીને પ્રભાવિત કરવા માટે સ્ટંટ કરી રહ્યાં હતા. આ દરમિયાન અચાનક તેમની બુલેટે સુદીક્ષાની સ્કૂટીને ટક્કર મારી અને તે બેકાબુ બનીને સ્લીપ થઈ ગઈ. આ અકસ્માતમાં સુદીક્ષા મોતને ભેટી હતી.

આ અકસ્માતમાં મોતને ભેટનારા સુદીક્ષા ભાટી કોરોના મહામારી અને લૉકડાઉનના કારણે પોતાના ઘરે આવી હતી. જે 20 ઓગસ્ટે જ અમેરિકા પરત ફરવાની હતી.
સુદીક્ષા ભાટી દાદરીના ડેરી સ્કનર ગામમાં રહેતા જિતેન્દ્ર ભાટીની પુત્રી હતી. સુદીક્ષાએ 2018માં CBSEની ધોરણ 12ની બોર્ડ એક્ઝામમાં 98 ટકા પ્રાપ્ત કરીને ટૉપ કરીને પોતાના ગામનું ગૌરવ વધાર્યું હતુ. સારા પરિણામ બાદ સુદીક્ષાને અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ માટે 3.83 કરોડ ડૉલરની સ્કૉલરશિપ મળી હતી. જે બાદ સુદીક્ષા ઓગસ્ટ 2018માં બૉબસન કૉલેજમાં એડમિશન લીધુ હતુ.

અભ્યાસ સાથે સુદીક્ષા સામાજિક કાર્યોમાં પણ રસ દાખવતી હતી. થોડા સમય માટે તે વૉઈસ ઓફ વુમન સંગઠન સાથે પણ સંકળાયેલી રહી હતી. જે મહિલાઓ પર થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવે છે

 

આ મામલે 3 સભ્યોની SITની રચના કરવામાં આવી છે. જેમાં બે CO અને એક ઈન્સ્પેક્ટર સામેલ છે. આ ટીમ CO સિટી બુલંદશહર દીક્ષા સિંહના નેતૃત્વમાં કામ કરશે. જેમાં એક ટીમ સુદીક્ષા ભાટીના ઘરે રવાના કરવામાં આવી છે. બીજી ટીમ સુદીક્ષા ભાટીના મામાના ઘરે મોકલવામાં આવી છે. જ્યારે ત્રીજી ટીમ ઔરંગાબાદ વિસ્તારમાં સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

સુદિક્ષાના પરિવારજનોએ અલગ-અલગ નિવેદનો આપ્યા છે. આ મામલે SITનો રિપોર્ટ આવ્યા બાદ આગળના કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

બીજી તરફ રાષ્ટ્રીય મહિલા આયોગે પણ આ મામલે DGP હિતેશ ચંદ્ર અવસ્થીને પત્ર લખ્યો છે. આયોગે જણાવ્યું છે કે, CCTV ફૂટેજ ચેક કરવામાં આવે. આ સમગ્ર કેસની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થવી જોઈએ.

Attachments area

(9:52 am IST)